27.3 C
New York
Saturday, August 8, 2026

Buy now

spot_img
Home મારૂ વાવ થરાદ દિયોદર અજમલભાઈ ચૌધરી કેસમાં મહંત બળદેવનાથની પોલીસ દ્વારા અટકાયત, પોલીસે પૂછપરછ કરી શરૂ:...

અજમલભાઈ ચૌધરી કેસમાં મહંત બળદેવનાથની પોલીસ દ્વારા અટકાયત, પોલીસે પૂછપરછ કરી શરૂ: Ajmal Chaudhary Case

0
374

Ajmal Chaudhary Case: બનાસકાંઠામાં અજમલભાઈ ચૌધરી પર કથિત હુમલા અને અપહરણના કેસમાં ઓગડ જાગીર મઠના મહંત બળદેવનાથ સામે પોલીસે કાર્યવાહી કરી અટકાયત કરી છે. આ મામલે ચૌધરી સમાજના આગેવાનોએ SPને રજૂઆત| કરી કડક કાર્યવાણીની માંગ કરી હતી. દરમિયાન સમાજ દ્વારા આગામી ૧૧ ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલી યોજવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

Ajmal Chaudhary Case

  • ચૌધરી સમાજના આગેવાનોએ SPને મળી કડક કાર્યવાહીની કરી હતી રજૂઆત.
  • આગામી ૧૧ ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલી કાઢવાની જાહેરાત

મહંત બળદેવગીરીની અટકાયત

Ajmal Chaudhary Case: DYSP સી. એલ. સોલંકીએ જણાવ્યું હતું કે, આ કેસમાં અગાઉ ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી ચૂકી છે. ફરિયાદી પક્ષની રજૂઆત અને પોલીસ તપાસ દરમિયાન સામે આવેલા તથ્યોના આધારે મહંત બળદેવગીરીની અટકાયત કરવામાં આવી છે. હાલ મહંત બળદેવગીરીની પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછમાં સામે આવતી વિગતો અને ઉપલબ્ધ પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અજમલ ચૌધરીને ન્યાય અપાવવા માટે ધાનેરામાં આંજણા ચૌધરી સમાજની ચિંતન બેઠક યોજાઈ હતી, જેમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે લડત ચાલુ રાખવાનો સંકલ્પ લેવાયો હતો. સમાજની માંગ એવી પણ છે કે, મહંત બળદેવગીરી બાપુનું નામ ફરિયાદમાં આવવું જોઈએ.

આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, જુઓ કયા જિલ્લાઓમાં પડશે વધારે વરસાદ

ચૌધરી સમાજમાં જોવા મળ્યો હતો ભારે આક્રોશ

આ ઘટના બાદ ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા આરોપીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો 11 ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલી યોજવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here