May 16, 2026

પતંગ ચગાવવાના ઝઘડાએ લીધો હિંસક વળાંક: વાવના માલસણ ગામે એક જ પરિવારના ચાર સભ્યો પર હુમલો, ત્રણ સામે ફરિયાદ

0

પતંગ ચગાવવાના ઝઘડાએ લીધો હિંસક વળાંક વાવ તાલુકાના માલસણ ગામમાં ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવાના મુદ્દે ઉદ્ભવેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પતંગ ચગાવવાની બાબતે થયેલા ઝઘડામાં એક જ પરિવારના ચાર સભ્યો પર લાકડી અને ધોકાથી હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનામાં પિતા સહિત ચાર લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પતંગ ચગાવવાના ઝઘડાએ લીધો હિંસક વળાંક

પતંગ ચગાવવાના ઝઘડાએ લીધો હિંસક વળાંક

પ્રાપ્ત વિગતો અનુસાર, માલસણ ગામના ખેતમજૂર અને 45 વર્ષીય વિક્રમભાઈ વભાભાઈ ભીલે વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 14 જાન્યુઆરી 2026ના રોજ બપોરે આશરે એક વાગ્યાના સમયે તેમના કાકા રમેશભાઈ ઉકાભાઈ ભીલ પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ્યા હતા. તે દરમિયાન ભરતભાઈ ઉકાભાઈ ભીલ, અતુલભાઈ સેંધાભાઈ ભીલ અને રમેશભાઈ ઉકાભાઈ ભીલે વિક્રમભાઈને ધાબા પરથી નીચે ઉતારી દીધા હતા.

થોડા સમય બાદ આરોપીઓ વિક્રમભાઈના ઘરે પહોંચી ગાળો બોલવા લાગ્યા હતા. ગાળો બોલવાની મનાઈ કરતાં જ ભરતભાઈ ઉકાભાઈ ભીલે લાકડી વડે વિક્રમભાઈ પર હુમલો કર્યો હતો, જેમાં તેમને ડાબા કાનના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

ઝઘડામાં બચાવ માટે વચ્ચે પડેલા વિક્રમભાઈના પિતા પબાભા દરવાભાઈ, માતા ચંપાબેન તથા બહેન નયનાબેન પર પણ આરોપીઓએ ધોકા અને લાકડી વડે હુમલો કર્યો હતો. બહેન નયનાબેનને માથાના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે માતા ચંપાબેનને આડેધડ માર મારવામાં આવ્યો હતો. પિતા પબાભા દરવાભાઈના જમણા હાથમાં લાકડીના ઘા લાગતાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ નોંધાઈ હતી.

હુમલા બાદ આરોપીઓએ ફરી સામે આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. ઘટનાની જાણ થતાં ગામના કાદરભાઈ ભુરાભાઈએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. ઇજાગ્રસ્તોને પહેલા વાવની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે થરાદ સરકારી હોસ્પિટલ અને બાદમાં બનાસ હોસ્પિટલ થરાદ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

આ મામલે વિક્રમભાઈ ભીલ દ્વારા ભરતભાઈ ઉકાભાઈ ભીલ, રમેશભાઈ ઉકાભાઈ ભીલ અને અતુલભાઈ સેંધાભાઈ ભીલ વિરુદ્ધ વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાવ પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને વધુ તપાસ શરૂ કરી છે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો
પતંગ ચગાવવાના ઝઘડાએ લીધો હિંસક વળાંક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *