A major disaster was averted:પાલનપુર ધનિયાણા ચોકડીએ BSNLના ખોદકામ દરમિયાન ગેસ લીકેજ
A major disaster was averted
A major disaster was averted પાલનપુર શહેરના ધનિયાણા ચોકડી વિસ્તારમાં આવેલી અંબાજી હાઇવે પર શુક્રવારે મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રાફિકથી ધમધમતા માર્ગની બાજુમાં BSNL કંપની દ્વારા JCB મશીનથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે જમીનમાં રહેલી ઘરેલું ગેસ પાઇપલાઇન તૂટી જતા ભયજનક ગેસ લીકેજ સર્જાયું હતું.

A major disaster was averted:રોડ વચ્ચે ખોદકામથી ગેસ પાઇપલાઇનને નુકસાન
શુક્રવારે બપોરે અંદાજે 2 વાગ્યાના સુમારે, ધનિયાણા ચોકડી ખાતે પેટ્રોલ પંપ સામેના વળાંક પર BSNL કંપની દ્વારા રોડ વચ્ચે ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન IRM કંપનીની MDPE ગેસ પાઇપલાઇન તૂટી ગઈ, જેના કારણે સાયરન જેવા તીવ્ર અવાજ સાથે ગેસ હવામાં ફેલાવા લાગ્યો.
સાયરન જેવા અવાજથી અફરા-તફરી
A major disaster was averted ગેસ લીકેજ થતાં જ આજુબાજુના વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી નજીક હાજર લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. લગભગ અડધો કલાક સુધી ગેસ લીકેજ ચાલુ રહેતાં સ્થિતિ વધુ ચિંતાજનક બની હતી.
IRM કંપનીની તાત્કાલિક કાર્યવાહી
A major disaster was averted ઘટનાની જાણ થતાં જ IRM (ઇન્ડિયન રિસોર્સ મેનેજમેન્ટ) કંપનીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તમામ જરૂરી સુરક્ષાત્મક પગલાં લઈ ત્વરિત મરામત કામગીરી હાથ ધરવામાં આવી.
બનાસકાંઠાના ચીફ મેનેજર બુધરામ સિયાગે જણાવ્યું હતું કે, BSNL દ્વારા JCB ખોદકામ દરમિયાન IRMની ગેસ પાઇપલાઇનને નુકસાન પહોંચ્યું હતું.
300 જેટલા ગ્રાહકોનો ગેસ પુરવઠો અસરગ્રસ્ત
આ ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા આશરે 300 ઘરેલુ ગ્રાહકોનો ગેસ પુરવઠો ટૂંકા સમય માટે બંધ થયો હતો. જો કે, IRMની ઝડપી કામગીરીના કારણે માત્ર એક કલાકમાં, સાંજે 4:00 વાગ્યે ગેસ પુરવઠો સંપૂર્ણપણે સલામત રીતે પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.
A major disaster was averted:પેટ્રોલ પંપ નજીક હોવાથી ભયજનક સ્થિતિ
A major disaster was averted જ્યાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, ત્યાંથી માત્ર 500 ફૂટના અંતરે પેટ્રોલ પંપ આવેલો છે. જો ગેસ લીકેજ દરમિયાન આગ લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આસપાસ ઉભેલી રિક્ષાઓ, વાહનો અને પેટ્રોલ પંપને ભારે નુકસાન થવાની ભીતિ હતી.
મોટી દુર્ઘટના ટળી
A major disaster was averted સદનસીબે, સમયસર IRM ટીમ પહોંચતા અને ઝડપી મરામત થતા મોટી હોનારત ટળી. સ્થાનિક લોકો અને વાહનચાલકોને મોટી રાહત મળી હતી.
આ ઘટના ખોદકામ દરમિયાન ભૂગર્ભ સેવાઓની જાણકારી વિના કામ કરવાથી કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેનું જીવંત ઉદાહરણ છે. સમયસર લેવાયેલા પગલાં અને IRMની સતર્કતાથી પાલનપુર શહેર એક મોટી આગની ઘટના થી બચી ગયું.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |