ambaji mela 2025:અંબાજી પૂનમ મહામેળો,ભક્તો માટે રોજ 28 લાખ લીટર પાણીની સુવિધા
ambaji mela 2025
લાખો યાત્રિકોને શુદ્ધ પીવાનું પાણી
અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો યાત્રિકોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગે વિશેષ આયોજન કર્યું છે. રોજના આશરે 28 લાખ લીટર પાણી સતત વિતરણ કરવામાં આવે છે.

કલેક્ટર અને દેવસ્થાન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ આયોજન
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ, કાર્યપાલક ઈજનેર અજય નગરિયાની આગેવાનીમાં પાણી પુરવઠા સમિતિની રચના થઈ છે. આ સમિતિ દ્વારા યાત્રાધામના તમામ વિસ્તારોમાં પાણીનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે છે.
ambaji mela 2025: ધરોઇ જળાશય અને સ્થાનિક સ્ત્રોતમાંથી પાણી પુરવઠો
યાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા ધરોઇ જળાશયમાંથી 18 લાખ લીટર અને સ્થાનિક સ્ત્રોતોમાંથી 10 લાખ લીટર પાણી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે. મેળા દરમ્યાન 35 પાર્કિંગ સ્થળોએ પીવાનું તેમજ વપરાશનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
મારુ વાવ થરાદ ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરો: અહીં ક્લિક કરો
ambaji mela 2025: પાર્કિંગ સ્થળે પાણીની સુવિધા
અંબાજીથી દાતા રોડ પર આવેલા 25 પાર્કિંગ સ્થળો અને ગબ્બર રોડ પરના 4 પાર્કિંગ સ્થળો પર યાત્રિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શેલ્ટર હોમ અને પાર્કિંગમાં પાણી ટેન્કર મારફતે પહોંચાડવામાં આવે છે.
ambaji mela 2025: 7 ટીમો દ્વારા 24 કલાક મોનિટરિંગ
આ સમગ્ર વ્યવસ્થાનું સંચાલન 7 અલગ અલગ ટીમો દ્વારા 24×7 મોનિટરિંગ હેઠળ કરવામાં આવે છે. યાત્રિકો દ્વારા આ ઉત્તમ પાણી વ્યવસ્થાની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે.