March 14, 2026

અંબાજીમાં અનોખી સેવા પહેલ: ‘જય અંબે તિથિ ભોજન’ યોજના હેઠળ આજીવન દાતા બનવાની સુવર્ણ તક

0
અંબાજીમાં અનોખી સેવા પહેલ

અંબાજીમાં અનોખી સેવા પહેલ

ભારતના ૫૧ શક્તિપીઠોમાં હૃદયસ્થાન ગણાતું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે. દરરોજ દેશ-વિદેશથી આવતા યાત્રાળુઓ માતાજીના દર્શન કરીને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે.

યાત્રિકોની સુવિધામાં સતત વધારો કરવા તેમજ અન્નદાન મહાદાનની ભાવનાને સાકાર કરવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ‘અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે નિ:શુલ્ક ભોજન પ્રસાદની ભવ્ય વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. દાતાશ્રીઓના સહયોગથી આ સેવા આજે હજારો ભક્તો માટે આશીર્વાદરૂપ બની છે.

અંબાજીમાં અનોખી સેવા પહેલ

હાલમાં ‘અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે દરરોજ
👉 સવારે ૧૦:૩૦ થી બપોરે ૩:૦૦
👉 સાંજે ૬:૦૦ થી રાત્રે ૯:૩૦
સમય દરમિયાન ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે.

સવારે પૂરી-રોટલી, બટાકાનું શાક, મિક્સ શાક, દાળ-ભાત અને પાપડ, જ્યારે રાત્રે ભાખરી-રોટલી, બટાકાનું મિક્સ શાક, કઢી-ખીચડી તથા પાપડનો સમાવેશ થાય છે. વિશેષ દિવસોમાં—દર રવિવાર, આઠમ અને પૂનમના પવિત્ર અવસરે—મોહનથાળના પ્રસાદથી ભક્તોને ભાવભર્યો આનંદ મળે છે.

સામાન્ય દિવસોમાં અંદાજે ૬,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓ અને રવિવાર અથવા પૂનમના દિવસે ૭,૦૦૦ થી ૮,૦૦૦ ભક્તો આ ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે.

આ સેવાને વધુ સુવ્યવસ્થિત અને સ્મરણિય બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા ‘જય અંબે તિથિ ભોજન’ નામની વિશેષ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ, જે દાતાશ્રી **રૂ. ૧,૫૧,૦૦૦/-**નું દાન અર્પણ કરશે, તેઓ આજીવન માટે નિશ્ચિત તિથિ અથવા તારીખના દાતા તરીકે માન્ય ગણાશે.

દર વર્ષે તે તિથિએ ‘અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે દાતાશ્રીના નામની તકતી લગાવવામાં આવશે, જેથી તેમની સેવા ભાવનાને જાહેર સન્માન મળે. જો કોઈ દાતા એકથી વધુ દિવસ માટે જોડાવા ઇચ્છે, તો તેઓ આ જ રકમના ગુણાંક મુજબ દાન આપી શકે છે.

આ યોજનાના શુભારંભ અને દાતાશ્રીઓના નોંધણી તથા સન્માન માટે ફાગણ સુદ-૧, બુધવાર, તારીખ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬, સવારે ૧૧:૦૦ કલાકે, અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે.

“અન્નદાન એ સર્વોત્તમ દાન” — આ ઉદ્દાત ભાવનાને આગળ વધારવા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ માઈભક્તોને ‘જય અંબે તિથિ ભોજન’ યોજનામાં જોડાવા હૃદયપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું છે.
માતા અંબાના આશીર્વાદ સાથે સેવા અને સમર્પણનો ભાગ બનવાની આ એક અનોખી તક છે. 🙏

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed