April 22, 2026

થરાદ તાલુકામાં બાળકી સાથે દુષ્કર્મનો બનાવ, આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

0

બાળકી સાથે દુષ્કર્મનો બનાવ વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના એક ગામમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસએ ઝડપી કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી તેની સામે ગુનો નોંધી જેલ હવાલે કર્યો છે. પીડિત બાળકી હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

બાળકી સાથે દુષ્કર્મનો બનાવ

બાળકી સાથે દુષ્કર્મનો બનાવ

મેળામાંથી પરત ફરતી વખતે ઘટના

પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર, 12 માર્ચ 2026ના રોજ પીડિત બાળકી પોતાના પિતા અને ભાઈ સાથે બાઈક લેવા માટે ડુવા ગામ તરફ ગઈ હતી. તેમની સાથે પરિચિત વ્યક્તિ પણ હતો. બાઈક લઈને પરત ફરતી વખતે પીડિતાના પિતા અને ભાઈ એક બાઈક પર હતા, જ્યારે આરોપી પોતાની બાઈક પર બાળકી સાથે બેઠો હતો.

પરત ફરતી વખતે વારા ગામથી ખોડા જતાં રસ્તા પર આરોપી બાળકી ને લઈ ચરેડા તરફ વળી ગયો અને કાચા રસ્તા પર દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો. તે સમયે ત્યાંથી એક પિકઅપ વાહન પસાર થતા આરોપી ગભરાઈ ત્યાંથી ભાગી ગયો.

અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કૃત્ય

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ બાદમાં ફરી બીજી જગ્યાએ લઈ જઈ દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો. ફરી એકવાર વાહન આવતા શંકા ઉભી થતા આરોપી ત્યાંથી પણ ભાગી ગયો. ત્યારબાદ આશરે એક કિલોમીટર દૂર બાવળની ઝાડીઓ વચ્ચે આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

સાંજે બાળકી ઘરે મુકીને આરોપી ફરાર

ઘટના બાદ સાંજના સમયે આરોપીએ બાળકી ને પોતાના ઘરે મુકીને ત્યાંથી જતો રહ્યો. આરોપીના પિતાએ ફોન દ્વારા પીડિતાના પિતાને જાણ કરી કે બાળકી તેમના ઘરે છે. ત્યારબાદ પીડિતાના પિતા ત્યાં જઈ બાળકીને ઘરે લઈ આવ્યા.

બાળકીએ સમગ્ર ઘટના પોતાના પરિવારને જણાવી, ત્યારબાદ તાત્કાલિક તેને થરાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી અને પોલીસને જાણ કરવામાં આવી.

પોલીસની ઝડપી કાર્યવાહી

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો.

પોલીસે આરોપી સામે સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી તેને જેલ હવાલે કર્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો
બાળકી સાથે દુષ્કર્મનો બનાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed