Banas dairy election 2025: 16 માંથી 15 બેઠકો બિનહરીફ, દાંતા બેઠક પર મતદાન અનિવાર્ય
Banas dairy election 2025
Banas dairy election 2025
બનાસ ડેરીની ચૂંટણી 2025માં 16માંથી 15 બેઠકો બિનહરીફ રહી છે. માત્ર દાંતા બેઠક પર મતદાન યોજાશે. બનાસકાંઠાના સહકારી રાજકારણમાં આ ચૂંટણીને પ્રતિષ્ઠા સાથે જોવામાં આવે છે.

ભાજપની અંદર ખેંચતાણ અને સમીકરણો
ભાજપે આ વખતની ચૂંટણીમાં કેટલાક વર્તમાન ડિરેક્ટરોને બદલીને નવા ચહેરાઓને તક આપી છે. જેના કારણે શરૂઆતમાં “ભાજપ વર્સેસ ભાજપ” જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ ફોર્મ પાછાં ખેંચવાના અંતિમ દિવસે મોટાભાગના ઉમેદવારો માની ગયા.

- પાલનપુર બેઠક: પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીએ ફોર્મ પાછું ખેંચતાં ભરતભાઈ પટેલ બિનહરીફ થયા.
- વડગામ બેઠક: દિનેશ ભટોળને બદલે ફળજીભાઈ પટેલ મેદાનમાં ઉતર્યા.
- દાંતા બેઠક: દિલીપસિંહ બારડ ફોર્મ પાછું ખેંચવા તૈયાર ન થતા, ચૂંટણી અનિવાર્ય બની.
- કાંકરેજ બેઠક: અણદા પટેલને પડતા મૂકીને બાબુભાઈ ચૌધરીને તક અપાઈ.
- દાંતીવાડા બેઠક: પી.જે. ચૌધરી ફરી રીપીટ થયા.
- ધાનેરા બેઠક: પૂર્વ ધારાસભ્ય જે.કે. પટેલ ફરી ડિરેક્ટર બન્યા.
Banas dairy election 2025:ડિરેક્ટરોની યાદી 2025
- રાધનપુર – શંકરભાઈ ચૌધરી
- સાંતલપુર – રાધાભાઈ આહીર
- દિયોદર – રમીલાબેન ચૌધરી
- લાખણી – તેજાભાઈ ભુરીયા
- થરાદ – પરબતભાઈ પટેલ
- ધાનેરા – જે.કે. પટેલ
- ડીસા – કમળાબેન આલ
- વાવ – માનીબેન ચૌધરી
- સુઈગામ – મુળજીભાઈ ચૌધરી
- ભાભર – અંબાબેન ચૌધરી
- દાંતીવાડા – પી.જે. ચૌધરી
- વડગામ – ફળજીભાઈ પટેલ
- અમીરગઢ – ભાવાભાઈ દેસાઈ
- કાંકરેજ – બાબુભાઈ ચૌધરી
- પાલનપુર – ભરતભાઈ પટેલ
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |
શંકરભાઈ ચૌધરી ફરી ચેરમેન બનવાના
20 હજાર કરોડથી વધુના માર્કેટ કેપ ધરાવતી બનાસ ડેરીનું સુકાન ફરી એકવાર શંકરભાઈ ચૌધરી સંભાળશે. સહકારી ક્ષેત્રે તેમના નેતૃત્વ હેઠળ ડેરીએ નવા પ્રોજેક્ટ શરૂ કર્યા છે અને પશુપાલકોને સતત નફો મળ્યો છે.
દાંતા બેઠક: ચૂંટણીનું કેન્દ્ર
છેલ્લા બે ટર્મથી સંપૂર્ણ ડેરી બિનહરીફ રહી હતી, પરંતુ આ વખતે દાંતા બેઠક પર મતદાન અનિવાર્ય બન્યું છે. કારણ કે વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડને બદલે પાર્ટીએ અમરતજી પરમાર (ઠાકોર) ને મેદાનમાં ઉતારતા અંતિમ ક્ષણ સુધી મનાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા.
એટલે હવે બનાસ ડેરીની પ્રતિષ્ઠિત ચૂંટણીમાં દાંતા બેઠક સૌથી મોટી રાજકીય ચર્ચાનો વિષય બની ગઈ છે.
Banas dairy election 2025 ભાજપે મોટાભાગની બેઠકો બિનહરીફ કરાવવામાં સફળતા મેળવી છે. હવે સૌની નજર દાંતા બેઠકના મતદાન પર ટકેલી છે.