Banas Dairy Election 2025:પાલનપુર બેઠક પરથી હરિભાઈ ચૌધરીનું ફોર્મ ભરાયું, રાજકારણમાં નવી ચહલપહલ
Banas Dairy Election 2025
Banas Dairy Election 2025:બનાસકાંઠા સહકારી ક્ષેત્રની સૌથી પ્રતિષ્ઠિત બનાસ ડેરી ડિરેક્ટર ચૂંટણી માટે રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. પાલનપુર વિભાગમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભરતા ચૂંટણી વધુ રસપ્રદ બની છે.

મારુ વાવ થરાદ ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરો: અહીં ક્લિક ક
16 ડિરેક્ટરો માટે 10 ઑક્ટોબરે ચૂંટણી
આવતી 10 ઑક્ટોબરે બનાસ ડેરીના કુલ 16 ડિરેક્ટરોની ચૂંટણી યોજાવાની છે. પાલનપુર વિભાગની બેઠક પર હરિભાઈ ચૌધરી મેદાનમાં આવતા, ભાજપ સામે જ ભાજપના દિગ્ગજ વચ્ચે મુકાબલો સર્જાશે તેવી ચર્ચાઓ તેજ બની છે.
Banas Dairy Election 2025:સમર્થકોની હાજરીમાં ફોર્મ ભરાયું
હરિભાઈ ચૌધરી પોતાના અનેક સમર્થકો સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ફોર્મ ભર્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે,
- તેઓ છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે.
- સહકારી ક્ષેત્રમાં પણ લાંબો અનુભવ ધરાવે છે.
- બનાસકાંઠાના લોકો તેમને ચાર વખત સાંસદ તરીકે ચૂંટે છે.
Banas Dairy Election 2025:પશુપાલકોના હિતમાં દાવેદારી
તેમણે સ્પષ્ટ કર્યું કે, પશુપાલકોના હિત અને બનાસ ડેરીની પ્રગતિ માટે જ તેમણે ઉમેદવારી નોંધાવી છે. ડેરી દ્વારા ખેડૂતોને વધુ ફાયદો મળે તે દિશામાં કાર્ય કરવાનું પોતાનું ધ્યેય હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ભવ્ય વિજયનો વિશ્વાસ
હરિભાઈ ચૌધરીએ પાલનપુર તેમજ બનાસકાંઠાના પશુપાલકોના આશીર્વાદ સાથે ભવ્ય વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.