March 15, 2026

ભાભર-થરાદ વિસ્તાર: હિરપુરા મંડળીમાં યુરીયા કૌભાંડનો ભંડાફોડ, રૂ.15.19 લાખનો જથ્થો ઝડપી, લાયસન્સ સસ્પેન્ડ

0
ભાભર-થરાદ વિસ્તાર

ભાભર-થરાદ વિસ્તાર

ભાભર-થરાદ વિસ્તાર: હિરપુરા મંડળીમાં યુરીયા કૌભાંડનો ભંડાફોડ, રૂ.15.19 લાખનો જથ્થો ઝડપી, લાયસન્સ સસ્પેન્ડ, વાવ-થરાદ અને ભાભર વિસ્તારના ખેડૂતો યુરીયાની એક-બે થેલી માટે તકલીફ માંડતાં હોય તે વખતે હિરપુરા સેવા સહકારી મંડળીમાંથી મોટું ખાતર કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે મંડળીના ગોડાઉનમાં સબસિડીયુક્ત યુરીયાને અન્ય થેલીઓમાં ભરીને કાળા બજારમાં વેચાણ કરવાની તૈયારી ચાલતી ઝડપીને મોટું ગેરરીતિનું નેટવર્ક ઝડપ્યું છે.

ભાભર-થરાદ વિસ્તાર: હિરપુરા મંડળીમાં યુરીયા કૌભાંડનો ભંડાફોડ, રૂ.15.19 લાખનો જથ્થો ઝડપી, લાયસન્સ સસ્પેન્ડ

તપાસ દરમિયાન રૂ.15.19 લાખનું બિનઅધિકૃત યુરીયા અને ટ્રક સહિત કુલ રૂ.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કેસમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે જેમાંથી બેની ધરપકડ કરી કોર્ટે બે દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો છે.

ઘટના બાદ નાયબ ખેતીવાડી વિભાગે તુરંત પગલાં લઈને હિરપુરા મંડળીનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે અને ચાર જુદી જુદી ટીમો રચીને ખાતરની વિતરણ કામગીરી અને રેકોર્ડની ચકાસણી શરૂ કરી છે.

અધિકારીઓ મુજબ, કેટલા સમયથી યુરીયાનો કાળાબજાર ચાલી રહ્યો હતો અને જથ્થો માત્ર હિરપુરામાંથી હતો કે અન્યત્રથી પણ લાવવામાં આવ્યો હતો તેની તપાસ ચાલુ છે. ગોડાઉન સીલ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ખેતીવાડી વિભાગે જણાવ્યું છે કે પુરાવા આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed