ઉત્તરાખંડમાં ભાભરની દીકરીનો ડંકો: આદર્શ કોલેજની રીના ચૌધરીએ નેશનલ પેરા પાવરલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો
ઉત્તરાખંડમાં ભાભરની દીકરીનો ડંકો
ઉત્તરાખંડમાં ભાભરની દીકરીનો ડંકો ભાભર તાલુકા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. રૂની ગામ નજીક આવેલી આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિની રીના ચૌધરીએ ઉત્તરાખંડના રૂડકી ખાતે યોજાયેલી નેશનલ પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

ઉત્તરાખંડમાં ભાભરની દીકરીનો ડંકો
આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં રીના ચૌધરીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બીજું સ્થાન હાંસલ કર્યું હતું. તેમની આ સિદ્ધિથી વાવ–થરાદ જિલ્લો સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે.
રીનાને આ સફળતા સુધી પહોંચાડવામાં તેમના કોચ કરસન પ્રજાપતિનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, જેમણે સતત માર્ગદર્શન અને કઠોર તાલીમ આપી હતી.
રીનાની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય અમરત ચૌધરી, ચોસઠ આંજણા કેળવણી મંડળના પ્રમુખ રમેશભાઈ, આદર્શ વિદ્યાલયના પ્રમુખ રજનીશ ચૌધરી, મહામંત્રી પરબત પટેલ, ગંગારામ પટેલ, રતનસિંહ માસ્તર તેમજ મંડળની કમિટીના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.
તે ઉપરાંત પટેલ બોર્ડિંગના વહીવટી વિરેન ચૌધરી અને ગૃહપતિ નવીન ચૌધરીએ પણ રીનાને શુભેચ્છાઓ પાઠવી રમતગમત ક્ષેત્રે વધુ ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.