વાવ-થરાદ જિલ્લામાં ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’: કલેક્ટર સહિત તમામ સરકારી અધિકારીઓનો ઉત્સાહભર્યો સહભાગ
ભારત વિકાસ પ્રતિજ્ઞા
વાવ-થરાદ જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમ તરીકે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાઈ હતી. રાજ્ય સરકારના આહ્વાન પર 7 થી 15 ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહના ભાગરૂપે જિલ્લામાં આ પ્રતિજ્ઞા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

ભારત વિકાસ પ્રતિજ્ઞા
જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ દેશના સર્વાંગી વિકાસ માટે પ્રતિજ્ઞા લીધી. સૌએ ભારતને પ્રગતિશીલ, આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવા માટે પોતાના કાર્ય ક્ષેત્રે ઈમાનદારીપૂર્વક યોગદાન આપવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી.
કાર્યક્રમ દરમિયાન હાજર અધિકારીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. આવતીકાલે તાલુકા કક્ષાની તથા પેટા કચેરીઓમાં પણ આ જ પ્રકારની પ્રતિજ્ઞા યોજાશે, જેથી સમગ્ર જિલ્લામાં વિકાસ માટે સામૂહિક પ્રતિબદ્ધતા પ્રગટ થાય.
આ કાર્યક્રમમાં થરાદ પ્રાંત અધિકારી તુષાર જાની, દિયોદર પ્રાંત અધિકારી ધર્મેશ કાછંડ, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ, થરાદ પાલિકા ચીફ ઓફિસર વિપુલ પરમાર, આરોગ્ય અધિકારી સહિતના અનેક સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

| વોટ્સએપ ચેનલવાવ-થરાદ પ્રોપર્ટી | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |
‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ કાર્યક્રમ દ્વારા વાવ-થરાદ જિલ્લામાં રાષ્ટ્રીય વિકાસ અને જવાબદારીની ભાવના વધુ મજબૂત બની છે.