Botad liquor seizure news:કાયદાની રક્ષા કરનાર જ કાયદાભંગમાં,હોમગાર્ડ ઓફિસર દારૂની ખેપ સાથે રંગે હાથ
otad liquor seizure news
બોટાદ હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર દારૂની ખેપ સાથે ઝડપાયા
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્ત માટે ગયેલા બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર અને બે જવાનો પરત ફરતા સમયે સરકારી વાહનમાં દારૂની ખેપ સાથે ઝડપાતા જ જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે.

સરકારી વાહનમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
મળતી માહિતી મુજબ, બોટાદ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે વોચ ગોઠવી હોમગાર્ડનું સરકારી ટાટા સુમો વાહન અટકાવ્યું હતું. તપાસ દરમિયાન વાહનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત થયો હતો.
આ કેસમાં બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર દશરથ ચૌહાણ તથા હોમગાર્ડ જવાન પ્રશાંત ચૌહાણ અને દિલીપ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹1,00,060નો મુદ્દામાલ કબજે કર્યો છે.
Botad liquor seizure news:આરોપીઓની વિગતો
- દશરથ રામજીભાઈ ચૌહાણ (31 વર્ષ) – હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર (રહે. હિફલી ભાંભણ રોડ, બોટાદ)
- પ્રશાંત પ્રવિણભાઈ ચૌહાણ (35 વર્ષ) – હોમગાર્ડ/ડ્રાઈવર (રહે. ખોડિયાર નગર, બોટાદ)
- દિલીપ નીમજીભાઈ સોલંકી (40 વર્ષ) – હોમગાર્ડ (રહે. અળવ રોડ, સાંઇનાથ સોસાયટી, બોટાદ)
અંબાજી બંદોબસ્તમાંથી પરત ફરતા સમયે આબુથી ભરાવ્યું દારૂ
પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓ સરકારી વાહન લઈને અંબાજી બંદોબસ્તના બીલની ચુકવણી કરી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેઓએ આબુમાંથી દારૂ અને બિયરની ખેપ ભરાવી હતી. બોટાદ LCBએ પૂર્વ બાતમીના આધારે ખસ રોડ પર વોચ ગોઠવી અને પરોઢિયે 3:30 વાગ્યે વાહન અટકાવી કાર્યવાહી કરી હતી.
મારુ વાવ થરાદ ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરો: અહીં ક્લિક કરો
Botad liquor seizure news:વાહનની તલાશી દરમિયાન મળ્યો મુદ્દામાલ
તપાસ દરમિયાન LCBએ નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો:
- વિદેશી દારૂની 25 બોટલ (કિંમત ₹64,560)
- બિયરનાં 76 ટીન (કિંમત ₹19,000)
- ત્રણ મોબાઇલ ફોન (કિંમત ₹16,500)
આ રીતે કુલ મળી ₹1,00,060નો મુદ્દામાલ કબજે થયો છે.
Botad liquor seizure news:પોલીસની કાર્યવાહી
બોટાદ DySP મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, આરોપીઓએ પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો આબુથી લાવ્યાની કબૂલાત કરી છે. ત્રણેય સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઇ), 98(2), 116-બી અને 81 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Botad liquor seizure news:ઘટના બાદ ચકચાર
સરકારી વાહનનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી કરાતા આ ઘટનાએ પોલીસ તંત્ર સહિત હોમગાર્ડ વિભાગમાં ભારે ચકચાર મચાવી દીધી છે. કાયદાની રક્ષા કરનારા જ કાયદાનો ભંગ કરતા ઝડપાયા હોવાથી લોકોમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.