વાવ-થરાદના જીવરામભાઈ શંકરભાઈએ નેશનલ એથ્લેટિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, પટનામાં શોટ પુટ (F35) સ્પર્ધામાં ત્રીજું સ્થાન
નેશનલ એથ્લેટિક્સમાં બ્રોન્ઝ મેડલ
નેશનલ એથ્લેટિક્સમાં બ્રોન્ઝ મેડલ વાવ-થરાદ વિસ્તાર માટે ગૌરવની વાત એવી છે કે ઢીમા ગામના નાઈ સમાજના જીવરામભાઈ શંકરભાઈએ રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બિહારના પટના શહેરમાં આયોજિત 21મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમણે શોટ પુટ (F35 કેટેગરી) સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
નેશનલ એથ્લેટિક્સમાં બ્રોન્ઝ મેડલ

જીવરામભાઈએ પોતાની શારીરિક મર્યાદાઓ હોવા છતાં હિંમત અને અથાક મહેનતના બળ પર આ સફળતા મેળવી છે. રાષ્ટ્રીય સ્તરે મેડલ જીતતા તેમના પરિવાર તેમજ સમગ્ર વિસ્તારમા ખુશીની લાગણી જોવા મળી રહી છે.
તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત જીત નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ગર્વની ક્ષણ બની છે. ખાસ કરીને યુવા પેઢી માટે તેઓ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે કે સંઘર્ષ અને મહેનતથી કોઈપણ સપનું સાકાર કરી શકાય છે.
નાઈ સમાજ સહિત વિસ્તારના લોકોએ જીવરામભાઈને અભિનંદન પાઠવી તેમની સફળતા પર ગર્વ વ્યક્ત કર્યો છે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |