March 15, 2026

ગુજરાતમાં ઠંડીનું તોફાન: નલિયા 9°, અમરેલી 9.2°, હવામાન વિભાગે આપ્યો કડકડતી ઠંડીનો એલર્ટ

0
ગુજરાતમાં ઠંડીનું તોફાન

ગુજરાતમાં ઠંડીનું તોફાન

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, ધુમ્મસ સાથે વધી રહી છે શિયાળાની તીવ્રતા

ગુજરાતમાં ઠંડીનું તોફાન ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો અહેસાસ વધ્યો છે અને અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા છે.

રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો અમદાવાદમાં 16.1 ડિગ્રી, ગાંધીનગરમાં 15.1 ડિગ્રી અને વડોદરામાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસામાં 12 ડિગ્રી, ભુજમાં 11.8 ડિગ્રી, કેશોદમાં 11.2 ડિગ્રી અને મુન્દ્રામાં 13.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. નલિયામાં તાપમાન 9 ડિગ્રી સુધી ઘટતા કડકડતી ઠંડીનો અહેસાસ થયો છે.

કંડલામાં 11.7 ડિગ્રી, અમરેલીમાં 9.2 ડિગ્રી, ભાવનગરમાં 15.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 14.4 ડિગ્રી, રાજકોટમાં 11.2 ડિગ્રી અને મહુવામાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ધુમ્મસથી ઢંકાયું વાતાવરણ

વડોદરા સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. સવારે 8:30 વાગ્યા સુધી આકાશમાં ધુમ્મસ છવાયેલું રહ્યું, જેના કારણે વિઝિબિલિટી ઘણી ઘટી ગઈ હતી. વાહનચાલકોને હેડલાઈટ ચાલુ કરીને વાહન ચલાવવું પડ્યું.

દાહોદ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ સાથે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. તાલુકા મથકો સહિત શહેરોમાં પણ ધુમ્મસના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. લોકો ઠંડીથી બચવા તાપણાંનો સહારો લેતા નજરે પડ્યા.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેથી થોડી રાહત મળી શકે છે. પરંતુ ત્યારપછીના 24 કલાકમાં ફરી તાપમાન 3થી 5 ડિગ્રી સુધી ઘટવાની શક્યતા છે, જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી અનુભવાશે. ત્યારબાદ ફરી 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed