March 12, 2026

થરાદમાં કોંગ્રેસની રણનીતિ બેઠક:વોટ ચોર, ગાદી છોડ સહી ઝુંબેશની તૈયારીઓ તેજ

0
થરાદમાં કોંગ્રેસની રણનીતિ બેઠક

થરાદમાં કોંગ્રેસની રણનીતિ બેઠક

થરાદમાં કોંગ્રેસની રણનીતિ બેઠક થરાદ ખાતે કોંગ્રેસ પાર્ટીની મહત્વપૂર્ણ કારોબારી બેઠક તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો, કાર્યકરો તેમજ વાવ-થરાદ જિલ્લા મહિલા કોંગ્રેસની ટીમ હાજર રહી હતી.

થરાદમાં કોંગ્રેસની રણનીતિ બેઠક
થરાદમાં કોંગ્રેસની રણનીતિ બેઠક

થરાદમાં કોંગ્રેસની રણનીતિ બેઠક

બેઠક દરમિયાન આગામી કાર્યક્રમો અને રાજકીય અભિયાનો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. મુખ્યત્વે “વોટ ચોર, ગાદી છોડ” નામે સહી ઝુંબેશ કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ઝુંબેશ અંતર્ગત થરાદ શહેર તેમજ તાલુકાના દરેક ગામોમાં જનજાગૃતિ માટે અભિયાન હાથ ધરાશે.

બેઠકમાં વિવિધ આગેવાનોને કાર્યક્રમની સફળતા માટે જવાબદારીઓ સોંપવામાં આવી. કોંગ્રેસના કાર્યકરોમાં નવા ઉત્સાહ સાથે લોકહિતના મુદ્દાઓ ઉઠાવવા અને સંગઠન મજબૂત કરવા સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.

સ્થળ: થરાદ
અધ્યક્ષ: આંબાભાઈ સોલંકી – તાલુકા કોંગ્રેસ પ્રમુખ
ઉપસ્થિતિ: તાલુકા, શહેર તથા રાહ તાલુકાના આગેવાનો, મહિલા કોંગ્રેસ ટીમ

વોટ્સએપ ચેનલવાવ-થરાદ પ્રોપર્ટીઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed