Cutworm infestation in Dharnidhar taluka:દિવેલાના પાકને ભારે નુકસાન, ખેડૂતોની ચિંતામાં વધારો
Cutworm infestation in Dharnidhar taluka
Cutworm infestation in Dharnidhar taluka:વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કાતરા નામની ઈયળના ઉપદ્રવથી ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને દિવેલાના પાક પર આ ઈયળોએ મોટાપાયે હુમલો કરતા પાકને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

Cutworm infestation in Dharnidhar taluka:દિવેલાના ખેતરોમાં વ્યાપક નુકસાન
Cutworm infestation in Dharnidhar taluka:પ્રાપ્ત માહિતી મુજબ, ધરણીધર તાલુકાના અનેક ગામોમાં દિવેલાના ખેતરોમાં કાતરા ઈયળનો પ્રકોપ વધ્યો છે. આ ઈયળો પાકના પાન અને ડાંઠને ખાઈ જતા હોવાથી છોડ સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. પરિણામે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનું વળગ્યું છે અને પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

પહેલેથી જ મુશ્કેલીઓમાં ફસાયેલા ખેડૂત
ખેડૂતો જણાવે છે કે તેઓ પહેલેથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. રવિ સિઝન દરમિયાન પાણીની તીવ્ર અછતના કારણે ખેતી પર અસર પડી હતી. ત્યારબાદ સિઝનની શરૂઆતમાં આવેલા અનિયમિત વરસાદે પણ પાકને નુકસાન પહોંચાડ્યું હતું.
મહામુશ્કેલીથી કુદરતી આફતો સામે લડીને ખેડૂતોએ રવિ સિઝનની વાવણી કરી હતી, પરંતુ હવે કાતરા ઈયળના ઉપદ્રવે તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે.

તાત્કાલિક પગલાંની માંગ
Cutworm infestation in Dharnidhar taluka સ્થાનિક ખેડૂતો દ્વારા ખેતી વિભાગ અને તંત્રને તાત્કાલિક સર્વે કરી યોગ્ય માર્ગદર્શન અને દવા છંટકાવ માટે સહાય આપવાની માંગ કરવામાં આવી છે. જો સમયસર નિયંત્રણ ન લેવામાં આવે તો દિવેલાનો પાક સંપૂર્ણ રીતે નાશ પામવાની શક્યતા હોવાનું ખેડૂતો ચેતવણી આપી રહ્યા છે.

ખેડૂતો પર આર્થિક સંકટ
Cutworm infestation in Dharnidhar taluka:પાકને થયેલા નુકસાનના કારણે ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થયું છે. ખર્ચાળ વાવણી બાદ પાક બગડતા ખેડૂતોની આવક પર સીધી અસર પડશે. તેથી સરકારી સહાય, માર્ગદર્શન અને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |