થરાદના 4 યુવકો 460 કરોડના સાયબર ફ્રોડમાં ઝડપાયા
સાયબર ફ્રોડ
સાયબર ફ્રોડ શેરબજારમાં વધારે નફાની લાલચ આપીને રોકાણ કરાવ્યા બાદ કરોડોની છેતરપિંડી કરનાર થરાદના ચાર યુવકોને ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેય શખ્સો સામે NCCRP પોર્ટલ અને સમન્વય પોર્ટલ પર કુલ 428 ફરિયાદો નોંધાઈ ચૂકી છે તેમજ આશરે ₹3.90 કરોડની સીધી છેતરપિંડી આચરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓ થરાદ તાલુકાના નાના ગામોમાંથી આવતા olup, તેમના પરિવાર ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. ગામલોકો મુજબ આ યુવકો મોટાભાગે ગામમાં દેખાતા નહોતા. એક આરોપી સામે અગાઉ રાજસ્થાનમાં દારૂ સંબંધિત ગુનો નોંધાયેલ હોવાનું પણ સામે આવ્યું છે.
ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસે થરાદ તાલુકાના રામાભાઇ લાલજીભાઇ પંડ્યા, દર્શનકુમાર હરેશભાઇ પુરોહિત, અમરતભાઇ હમીરભાઇ જોષી (રહે. ગામ ભાખરી) અને **રઘુરામ ભુરાભાઇ પાંડવ (રહે. ગામ ભુરીયા)**ને ધરપકડ કરી છે.
તપાસ મુજબ આરોપીઓ વોટ્સએપ મારફતે લોકોનો સંપર્ક કરી પોતાને રજિસ્ટર્ડ બ્રોકર કંપનીના કર્મચારી તરીકે ઓળખાવતા હતા. ત્યારબાદ લોકોને વોટ્સએપ ગ્રુપમાં ઉમેરીને અન્ય સભ્યો દ્વારા ભારે નફો મળ્યો હોવાનું દર્શાવતા ખોટા મેસેજ અને સ્ક્રીનશોટ શેર કરાવતા હતા.
આરોપીઓએ લોકોને “ROCKCREEAK” નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રોકાણ કરાવ્યું હતું. એપમાં નફો વધતો દેખાડવામાં આવતો હતો, પરંતુ જ્યારે રોકાણકારોએ પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ટેક્સ અને ચાર્જના નામે વધુ રકમની માંગણી કરી, અને અંતે કોઈ રકમ પરત આપવામાં આવી નહોતી. આ રીતે આરોપીઓએ કુલ ₹3.90 કરોડની છેતરપિંડી આચરી હતી.
આ સિવાય આરોપીઓએ DARSHAN PARLOUR સહિત અલગ-અલગ વ્યક્તિઓના નામે ફર્મો ઊભી કરી બેંક ખાતાઓ મારફતે નાણાકીય હેરફેર કરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
સાયબર ફ્રોડ સ્ટોક માર્કેટના નામે થતી ઠગાઈથી બચવા માટે સાવચેત રહો
• આ પ્રકારના સ્કેમ સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવી સોશિયલ મીડિયા જાહેરાતોથી શરૂ થાય છે.
• લોકોને વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરી ખોટા નફાના સ્ક્રીનશોટ બતાવી વિશ્વાસ જીતવામાં આવે છે.
• ઘણીવાર પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ન હોય તેવી અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવે છે.
• પૈસા ઉપાડતી વખતે ટેક્સ અથવા અન્ય ચાર્જના નામે વધુ રકમ માગવામાં આવે છે.
• શેરબજારની સલાહ આપવા SEBIનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે. ગેરંટી સાથે નફાનું વચન આપનાર અથવા પર્સનલ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા કહેનાર સંસ્થાઓથી સાવધાન રહો.
જો તમારી સાથે અથવા કોઈ ઓળખીતાની સાથે આવી છેતરપિંડી થાય તો વિલંબ કર્યા વગર સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરો.
ઝડપાયેલા ચાર આરોપીઓ
- રામાભાઇ લાલજીભાઇ પંડ્યા, રહે. થરાદ – બેંક ખાતા સપ્લાયર
- દર્શનકુમાર હરેશભાઇ પુરોહિત, રહે. થરાદ – ખાતાધારક
- અમરતભાઇ હમીરભાઇ જોષી, રહે. ગામ ભાખરી, થરાદ – બેંક ખાતા ચલાવનાર
- રઘુરામ ભુરાભાઇ પાંડવ, રહે. ગામ ભુરીયા, થરાદ – બેંક ખાતા ચલાવનાર
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |