Devayat Khavad News: જામીન મળ્યા છતાં તાત્કાલિક મુક્તિ નહીં, ફરી અટકાયતથી સૌરાષ્ટ્રમાં ચર્ચા
Devayat Khavad News
Devayat Khavad News સૌરાષ્ટ્રમાં જાણીતા ડાયરાના કલાકાર દેવાયત ખવડ (Devayat Khavad)ને લઈને ફરી એક વખત મોટો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. વેરાવળ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમને તાત્કાલિક મુક્તિ મળી જશે એવી ધારણા હતી, પરંતુ હકીકતમાં એવું બન્યું નથી. જામીન મળ્યા પછી પણ દેવાયત ખવડ સહિત કુલ 7 આરોપીઓને ફરીથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવ્યા છે.
Devayat Khavad News
151 અંતર્ગત ફરી અટકાયત
સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા દેવાયત ખવડ અને અન્ય આરોપીઓને કલમ 151 અંતર્ગત અટકાયત કરવામાં આવી છે. કાયદો અને શાંતિ જળવાઈ રહે તે માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામીન મળ્યા પછી તરત જ ફરી અટકાયત થવાથી સૌ કોઈ આશ્ચર્યચકિત રહી ગયા છે.
તાલાલા પોલીસે દેવાયત ખવડ સહિતના આરોપીઓને મામલતદાર સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. તે સાથે જ પોલીસે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરવાની તૈયારી દર્શાવી છે જેથી જામીન આપવાનો નિર્ણય રદ કરાવી શકાય. એટલે કે, જામીન મળ્યા હોવા છતાં દેવાયત ખવડને તાત્કાલિક મુક્તિ મળી નથી.
શું છે સમગ્ર મામલો?
Devayat Khavad News માહિતી મુજબ, અમદાવાદ નજીક સનાથલ ગામે રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને ડાયરાના કલાકાર દેવાયત ખવડ વચ્ચે પૈસાની લેવડ-દેવડના મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો.
- 12 ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે ધ્રુવરાજસિંહ પર દેવાયત ખવડ અને તેના સાગરિતોએ જીવલેણ હુમલો કર્યો હતો.
- આરોપીઓએ કારને અનેકવાર ટક્કર મારી, લોખંડના ધોકાથી કાચ ફોડી નાખ્યા અને રિવોલ્વર બતાવી કેસ ન કરવાની ધમકી આપી.
- એટલું જ નહીં, 15 તોલા સોનાના દોરાની લૂંટ પણ ચલાવવામાં આવી હતી.
- ઘાયલ ધ્રુવરાજસિંહને પ્રથમ તાલાલા હોસ્પિટલ બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ બહાર આવતાં જ સૌરાષ્ટ્રમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
પોલીસની કાનૂની લડત ચાલુ
હાલમાં દેવાયત ખવડને જામીન મળ્યા હોવા છતાં પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ કાનૂની લડત ચાલુ રાખવામાં આવી છે. સેશન્સ કોર્ટમાં અરજી દ્વારા જામીનનો નિર્ણય રદ કરાવવાનો પ્રયાસ થવાનો છે. એટલે કે, દેવાયત ખવડને હાલ કોઈ તાત્કાલિક રાહત મળતી નથી.