વાવ-થરાદ જિલ્લામાં રૂ. 14.26 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત
વાવ-થરાદ
વીજળી, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ થકી વાવ-થરાદ જિલ્લામાં આવશે ગુણાત્મક પરિવર્તન : અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં વિકાસને વધુ વેગ આપવા માટે આજે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું. કુલ રૂ. ૧૪.૨૬ કરોડના ૦૪ વિકાસ કાર્યોનું ખાતમુર્હુત થવાથી જિલ્લામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય અને ઊર્જા ક્ષેત્રે નવા યુગની શરૂઆત થશે.

ખાતમુર્હુત કરાયેલા વિકાસકાર્યોની વિગત
| કાર્ય | સ્થળ | અંદાજીત ખર્ચ | વિગત |
|---|---|---|---|
| નવીન વીજ સબ-સ્ટેશન | કમાળી, રાહ તાલુકો | ₹10 કરોડ | ખેડુતોને સતત તથા પૂરતો વીજપુરવઠો |
| પ્રાથમિક શાળાના મકાનનું ખાતમુર્હુત | વાવ-થરાદ | ₹2.12 કરોડ | ગુણવત્તાસભર શિક્ષણ માટે નવી ઇમારત |
| કમાળી થી ગોળીયા રોડ નિર્માણ | રાહ તાલુકો | ₹1.82 કરોડ | માર્ગ સુવિધા મજબૂત, વિકાસને વેગ |
| પેટા આરોગ્ય કેન્દ્ર | કમાળી | ₹32 લાખ | ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સુલભ |
અધ્યક્ષશ્રીનો સંદેશ
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે:
આવનાર સમયમાં વાવ-થરાદ જિલ્લો રાજ્યમાં અગ્રીમ હરોળમાં સ્થાન પામે તે માટેના વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય અને ઊર્જા ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન લાવવા સરકારશ્રી પ્રતિબદ્ધ છે.
તેમણે ઉમેર્યું કે નવીન વીજ સબ-સ્ટેશનથી ખેડુતોને સતત અને પૂરતો વીજ પુરવઠો મળશે. નવા શાળા મકાનથી બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળશે અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે.
ઉપસ્થિતિ
આ પ્રસંગે બનાસ બેન્કના ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતર, સ્થાનિક આગેવાનો, સંબંધિત અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વાવ-થરાદ જિલ્લાના સર્વાંગી વિકાસને એક નવી દિશા આપતા આ વિકાસ કાર્યો આગામી સમયમાં જિલ્લામાં પરિવર્તનનો પાયો પુરવાર થશે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |