March 15, 2026

થરાદના બજારોમાં દિવાળીની ધમાલ: રંગીન લાઇટિંગ અને ખરીદદારોની ભીડથી ઉજવણીએ ચરમસીમા પામી

0
થરાદના બજારોમાં દિવાળીની ધમાલ

થરાદના બજારોમાં દિવાળીની ધમાલ

થરાદના બજારોમાં દિવાળીની ધમાલ વાવ-થરાદ પંથકમાં દિવાળીના તહેવારની ધૂમ મચી ગઈ છે. સરહદીય વિસ્તારના મુખ્ય મથક થરાદ શહેરના બજારોમાં આજે ખરીદદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના દરેક ખૂણે તહેવારી ઉમંગ છવાયો છે.

થરાદના બજારોમાં દિવાળીની ધમાલ

દુકાનોમાં મીઠાઈ, કપડાં, ફટાકડા અને ભેટવસ્તુઓની ખરીદી માટે લોકો સવારે જ બજારમાં ઉમટી પડ્યા હતા. વેપારીઓના ચહેરા પર ખુશીના ઝલકા દેખાયા, કારણ કે વર્ષના સૌથી મોટા તહેવારની ખરીદી સાથે વેચાણમાં પણ ઉછાળો નોંધાયો છે.

આવતીકાલથી શરૂ થનારી દિવાળીને ધ્યાનમાં રાખી થરાદ શહેરમાં રંગીન લાઇટિંગ, સજાવટ અને ફટાકડાના અવાજોથી આખું શહેર ઉજાસમય બની ગયું છે. નાના બાળકો થી લઈને વડીલો સુધી સૌ તહેવારની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.

થરાદના બજારોમાં દિવાળીની ધમાલ

સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે લોકોમાં ઉત્સાહ વધુ છે અને ખરીદીના સ્તરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સમગ્ર વાવ-થરાદ વિસ્તાર હાલ સાચા અર્થમાં “દિવાળીની ચમક”થી ઝગમગી રહ્યો છે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed