March 15, 2026

થરાદના ભારતમાલા રોડ પર ડ્રગ્સ ડિલિવરી રેકેટનો પર્દાફાશ: પંજાબ-મહારાષ્ટ્રના બે શખ્સો રૂ.12.99 લાખની અફીણ-હેરોઈન સાથે ઝડપાયા

0
થરાદના ભારતમાલા રોડ પર ડ્રગ્સ ડિલિવરી રેકેટનો પર્દાફાશ

થરાદના ભારતમાલા રોડ પર ડ્રગ્સ ડિલિવરી રેકેટનો પર્દાફાશ

થરાદના ભારતમાલા રોડ પર ડ્રગ્સ ડિલિવરી રેકેટનો પર્દાફાશ: પંજાબ-મહારાષ્ટ્રના બે શખ્સો રૂ.12.99 લાખની અફીણ-હેરોઈન સાથે ઝડપાયા થરાદ તાલુકાના વાંતડાઉ ગામ નજીક ભારતમાલા રોડ પર પોલીસે એક મોટી કામગીરી હાથ ધરી હતી. વાહન ચેકિંગ દરમિયાન રૂ. 12.99 લાખથી વધુ કિંમતના અફીણ અને હેરોઈન સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

થરાદના ભારતમાલા રોડ પર ડ્રગ્સ ડિલિવરી રેકેટનો પર્દાફાશ

પોલીસ ચેકપોસ્ટ પાસે સાંચોર તરફથી આવી રહેલી હ્યુન્ડાઈ સેન્ટ્રો કારને રોકી તપાસ હાથ ધરતાં તેમાં બેઠેલા બે ઈસમો શંકાસ્પદ જણાયા. તાત્કાલિક સ્થળ પર FSL અધિકારીને બોલાવવામાં આવ્યા હતા. વિજ્ઞાનલેબ પરીક્ષણ બાદ મળેલા પદાર્થને ઓપીયમ આલ્કોઈડ (અફીણ) અને ઓપીયમ ડેરીવેટિવ (હેરોઈન મોર્ફિન) તરીકે ઓળખવામાં આવ્યા.

પોલીસે કુલ 4.83 ગ્રામ અફીણ (કિંમત રૂ. 483/-) અને 211.81 ગ્રામ હેરોઈન (કિંમત રૂ. 10,59,050/-) મળી કુલ રૂ. 12,99,533/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પકડાયેલા આરોપીઓ તરીકે સતનામસિંગ સલવિંદરસિંગ પવાર (29, મુંબઈ – મહારાષ્ટ્ર) અને અવતારસિંગ ફુલવંતસિંગ સિંધુ (40, તરણતારણ – પંજાબ) ની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે બંને પંજાબથી ડ્રગ્સ લાવી મુંબઈ પહોંચાડવા જઈ રહ્યા હતા.

થરાદ ડીવાયએસપી એસ.એમ. વારોતરિયાએ જણાવ્યું કે, ગુજરાત સરકારની NDPS કાયદા હેઠળની “ઝીરો ટોલરન્સ” નીતિ અંતર્ગત આ કેસ નોંધાયો છે. આરોપીઓના કનેક્શન અને ડ્રગ્સ સપ્લાય ચેઇન વિશે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ આરોપીઓના અગાઉના ગુનાહિત ઇતિહાસની પણ વિગતવાર તપાસ ચાલી રહી છે.

થરાદના ભારતમાલા રોડ પર ડ્રગ્સ ડિલિવરી રેકેટનો પર્દાફાશ
વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed