થરાદના લુણાવામાં શેણલ માતાજીના મંદિર પાસે હિંસક અથડામણ: બે જૂથ વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ
બે જૂથ વચ્ચે મારામારી
બે જૂથ વચ્ચે મારામારી થરાદ તાલુકાના લુણાવા ગામે શેણલ માતાજીના મંદિર પાસે બે જૂથો વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ ગામમાં તણાવ સર્જ્યો છે. આ મામલે બંને પક્ષોએ થરાદ પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
બે જૂથ વચ્ચે મારામારી

પ્રથમ ફરિયાદ રામજીભાઈ માળી દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, રામજીભાઈ તેમના કાકાના દીકરા હરચંદજી અને બાના દીકરા દીપાજી સાથે મંદિર દર્શન માટે ગયા હતા. તે દરમિયાન છ જેટલા લોકોએ અચાનક તેમના પર હુમલો કર્યો હતો. હુમલા સમયે ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજી તરફ, પરેશભાઈ માળીએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર, તેઓ અને તેમના પિતા સમરતાજી મંદિર દર્શન માટે ગયા હતા, જ્યાં હરચંદજી માળીએ તેમને ધક્કો મારી મંદિરની બહાર કાઢ્યા હતા. અગાઉ થયેલી છેડતીની ફરિયાદનો ઉલ્લેખ કરીને મંદિરે આવવા બાબતે પ્રશ્ન કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ખેતર સુધી પહોંચ્યો, જ્યાં દસ જેટલા લોકોએ પરેશભાઈ અને તેમના પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ છે. આ ઘટનામાં તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. પરેશભાઈએ મારામારી, ધમકી અને ઇજા પહોંચાડવાના આરોપસર દસ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.
બંને ફરિયાદોના આધારે થરાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |