થરાદમાં CNG રિક્ષામાં આગ: ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટું નુકસાન ટળ્યું
થરાદમાં CNG રિક્ષામાં આગ
થરાદમાં CNG રિક્ષામાં આગ થરાદ તાલુકાના મલુપુર મોટીપવાડ રોડ પર હરીપુરા શાળા નજીક એક CNG રિક્ષામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ રિક્ષામાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં થોડી ક્ષણો માટે ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતા જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝડપી કાર્યવાહી કરી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે, ફાયર ટીમે સમયસર હસ્તક્ષેપ કરી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું.
થરાદમાં CNG રિક્ષામાં આગ

આ ઘટનામાં રિક્ષાના સીટ કવર અને હુડ બળી ગયા હતા, પરંતુ સદનસીબે કોઈ મોટી સંપત્તિહાનિ થઈ નહોતી અને કોઈ જાનહાનિ પણ નોંધાઈ નથી. આગ લાગતા ઘટનાસ્થળે હાજર લોકોએ ભયના કારણે “બાટલો ફૂટશે, દૂર રહો” એવી બૂમો પાડી હતી, પરંતુ ફાયર બ્રિગેડની સુઝબૂઝભરી કામગીરીથી પરિસ્થિતિ ઝડપથી નિયંત્રણમાં આવી ગઈ હતી.
ફાયર વિભાગ દ્વારા લોકોને CNG વાહનોમાં નિયમિત તપાસ અને સલામતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે, જેથી આવી ઘટનાઓથી બચી શકાય.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |