March 15, 2026

ભાભર વાવ રોડ પર આગની ઘટના: બે વીઘા જુવારનો પાક બળીને ખાક

0
maruvav tharad

ભાભર વાવ રોડ પર આગની ઘટના ભાભર વાવ રોડ પર રવિવારે વહેલી સવારે ખેતરમાં લાગેલી આગે ખેડૂતનો બે વીઘા જેટલો જુવારનો પાક બળી ખાક કરી નાખ્યો હતો. ભાભર પાલિકાના ટેન્કર અને સ્થાનિક ખેડુતોના ભારે પ્રયત્નો બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.

ભાભર વાવ રોડ પર આગની ઘટના

માહિતી મુજબ, પોપટલાલ અખાણીના ખેતરમાં જુવારનું વાવેતર કરનાર ખેડૂત મંછાજી ઠાકોરે જણાવ્યું કે ફટાકડાનો તણખો ખેતરમાં પડતાં આગ લાગી હતી. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અડધા ખેતરમાં ફેલાઈ ગઈ હતી.

આસપાસના ખેડૂતોએ તાત્કાલિક પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા ન મળતાં ભાભર પાલિકાના સભ્યો રાજુભાઈ ઠાકોર અને વિનોદભાઈ ઠક્કર સ્થળ પર પહોંચ્યા હતા. પાલિકાના ટેન્કર દ્વારા પાણીનો મારો ચલાવી આગને આખરે કાબુમાં લેવામાં આવી હતી.

આગની આ ઘટનાથી આશરે બે વીઘા જેટલો જુવારનો ઉભો ઘાસચાર બળી જતાં ખેડૂતને ભારે આર્થિક નુકસાન થયું છે. બનાવની જાણ થતાં ભાભર મામલતદાર અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed