March 15, 2026

પાંચ પટ્ટા મારવાડી આંજણા-ચૌધરી સમાજનું પ્રથમ શૈક્ષણિક ધામ બનશે, લાખણી પાસે નવી પહેલ

0
પાંચ પટ્ટા મારવાડી

પાંચ પટ્ટા મારવાડી

પાંચ પટ્ટા મારવાડી આંજણા-ચૌધરી સમાજનું પ્રથમ શૈક્ષણિક ધામ બનશે,લાખણી પાસે નવી પહેલ, વાવ-થરાદ જિલ્લો રચાયા બાદ વિકાસની દિશામાં એક નવી અને પ્રેરણાદાયી શરૂઆત જોવા મળી રહી છે. પાંચ પટ્ટા મારવાડી આંજણા-ચૌધરી સમાજના 138 ગામો માટે હવે સૌ પ્રથમ વખત શૈક્ષણિક ધામ સ્થાપિત થવાનું નક્કી થયું છે. સમાજના આગેવાનો અને યુવાનોના સહકારથી લાખણી નજીક સરકારી ગોળીયામાં આ શૈક્ષણિક ધામ બનાવવામાં આવશે.

પાંચ પટ્ટા મારવાડી આંજણા-ચૌધરી સમાજનું પ્રથમ શૈક્ષણિક ધામ બનશે

આ પ્રસંગે લાખણીના દાતા કેરાજી ચૌધરીએ પોતાની 4 વીઘા હાઇવે ટચ જમીન, જેની બજાર કિંમત અંદાજે ₹80 લાખ છે — સમાજને દાનમાં આપી છે. સાથે સાથે અખિલ આંજણા ચૌધરી પટેલ યુવા મંડળ દ્વારા રૂપિયા 18 લાખનું દાન આપવામાં આવ્યું છે. બાકીની રકમ માટે હવે સમાજ દ્વારા ફાળો એકત્રિત કરવાની શરૂઆત થશે.

મંડળના ઉપપ્રમુખ કરશનભાઈ માળવીએ જણાવ્યું કે સમાજના દીકરા-દીકરીઓ શિક્ષણમાં આગળ વધી સરકારી નોકરી, સ્પર્ધાત્મક પરીક્ષા અને પોતાના વ્યવસાયમાં સફળ બને તે માટે આ પહેલ અત્યંત મહત્વપૂર્ણ છે. ધામમાં ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે. લક્ષ્ય છે કે આ શૈક્ષણિક ધામ એક વર્ષમાં તૈયાર થઇ જશે.

સ્નેહમિલન સમારોહ દરમિયાન સમાજમાં ચાલતા અનાવશ્યક રિવાજોને દૂર કરીને સમયાનુસાર સુધારાના સંદેશ સાથે મહંત શ્રી 108 શ્રી દયારામજી મહારાજે માર્ગદર્શન આપ્યું હતું. સમારોહમાં તેજસ્વી તારલાઓનું સન્માન, ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, અને મેમોગ્રાફી કેમ્પ યોજાયા હતા.

આ સાથે જ સમાજે સૌ પ્રથમ સમૂહલગ્ન યોજવાની તૈયારી પણ જાહેર કરી છે, જે સમાજમાં એકતા અને સેવા ભાવના વધારશે. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, માંગીલાલ પટેલ અને પદ્મશ્રી ગેનાજી પટેલે પણ પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

આ પહેલ વાવ-થરાદ જિલ્લાના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed