FMGEમાં ઝળહળતી સફળતા: ડૉ. ઓમ ત્રિવેદીએ વધાર્યું વાવ–થરાદ અને શ્રીમાળી સમાજનું ગૌરવ
FMGE
FMGEમાં ઝળહળતી સફળતા: ડૉ. ઓમ ત્રિવેદીએ વધાર્યું વાવ–થરાદ અને શ્રીમાળી સમાજનું ગૌરવ, થરાદ તાલુકા માટે ગૌરવની ક્ષણ સામે આવી છે. વાવ–થરાદના વતની અને હાલ ગાંધીનગર નિવાસી ડૉ. ઓમ ત્રિવેદીએ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE) પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
FMGEમાં ઝળહળતી સફળતા

ડૉ. ઓમ ત્રિવેદી, શ્રી ઉન્નતિ વિદ્યાલય, સણવાલના ભૂતપૂર્વ શિક્ષક શ્રી ત્રિવેદી મહેશકુમાર અરવિંદભાઈના સુપુત્ર છે. તેમની આ સફળતાથી માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર વાવ–થરાદ વિસ્તાર અને શ્રીમાળી બ્રાહ્મણ સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.
વિદેશમાં મેડિકલ અભ્યાસ પૂર્ણ કરી FMGE જેવી કઠિન પરીક્ષા પાસ કરવી સહેલી બાબત નથી. અવિરત મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસના પરિણામે ડૉ. ઓમ ત્રિવેદીએ આ મુકામ હાંસલ કર્યો છે. તેમની આ સિદ્ધિ આજે યુવા પેઢી માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની છે.
ડૉ. ઓમ ત્રિવેદીની સફળતા બદલ વિવિધ ક્ષેત્રના આગેવાનો, શિક્ષકો, સ્નેહીજનો અને સમાજના આગેવાનોએ તેમને તથા તેમના માતા–પિતાને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. સૌ કોઈ તેમના ઉજ્જવળ ભવિષ્ય અને આરોગ્ય ક્ષેત્રમાં સમાજસેવાના યશસ્વી માર્ગની કામના કરી રહ્યા છે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |