ઓઢા ગામે શિક્ષણસેવાની સુવર્ણ યાત્રાનો વિરામ: જબબરસિંહ વાઘેલાનું ભવ્ય સન્માન
જબબરસિંહ વાઘેલાનું ભવ્ય સન્માન
જબબરસિંહ વાઘેલાનું ભવ્ય સન્માન દિયોદર તાલુકાના ઓઢા ગામે ફોરણા ગામના નિવાસી અને શિક્ષણક્ષેત્રે અડગ સમર્પણ ધરાવતા શિક્ષક જબબરસિંહ વાઘેલા 35 વર્ષની સફળ અને નિષ્ઠાપૂર્વકની સેવાનાં બાદ વય નિવૃત્ત થયા. સરકારી નિયમ મુજબ 58 વર્ષની વયે નિવૃત્તિ પામતા તેમના સન્માનાર્થે ઓઢા ગામે ભાવપૂર્ણ ભાવ દર્શન કાર્યક્રમ યોજાયો હતો.
જબબરસિંહ વાઘેલાનું ભવ્ય સન્માન

નિવૃત્તિ પ્રસંગે શિક્ષક જબબરસિંહ વાઘેલાએ પોતાના જીવનમાં ભણાવેલા તથા આજે વિવિધ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક કાર્યરત પૂર્વ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા. સાથે જ તેમણે શિક્ષણ પ્રત્યેના પોતાના અતૂટ પ્રેમનું પ્રતિબિંબ રૂપે ઓઢા પ્રાથમિક શાળાને રૂ. 51,000નું દાન પણ અર્પણ કર્યું હતું.
ઓઢા ગામના અઢારે વર્ણ દ્વારા જબબરસિંહ વાઘેલાનું શાલ, સાફો, શ્રીફળ અને સાકરથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ તેમને સ્વસ્થ, સુખમય અને સન્માનભર્યા નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમ દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકા શિક્ષણ અધિકારી પ્રકાશભાઈ વણકર, પૂર્વ ધારાસભ્ય સિવાભાઈ ભૂરીયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ભાજપ દિયોદરના પૂર્વ પ્રમુખો ઉત્તમસિંહ વાઘેલા તથા વનરાજસિંહ વાઘેલા, બનસબેન્કના ડિરેક્ટર ઈશ્વરભાઈ ચૌધરી, એચ.ટાટ આચાર્ય સંઘના પ્રમુખ ભદ્રસિંહ વાઘેલા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષક સંઘોના આગેવાનો અને ઓઢા ગામના અનેક આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, “જબબરસિંહ વાઘેલાએ 35 વર્ષ દરમિયાન આપેલી શિક્ષણસેવા ઓઢા ગામ હંમેશા યાદ રાખશે. શાળા પરિવારને તેમની ખોટ સતત અનુભવાશે.”
કાર્યક્રમને સફળ બનાવવા ઓઢા ગામના યુવાનો અને શાળા એસ.એમ.સી.ના સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે બકુલભાઈએ આભારવિધિ કરી હતી.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |