May 16, 2026

Gujarat Vahali Dikri Yojana 2025: વ્હાલી દીકરી યોજના દીકરીના જન્મથી લઈને શિક્ષણ અને સશક્તિકરણ સુધીની સરકારની સુરક્ષિત સાથી

0
Gujarat Vahali Dikri Yojana 2025

Gujarat Vahali Dikri Yojana 2025

Gujarat Vahali Dikri Yojana 2025: વ્હાલી દીકરી યોજના દીકરીના જન્મથી લઈને શિક્ષણ અને સશક્તિકરણ સુધીની સરકારની સુરક્ષિત સાથી વ્હાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ગુજરાત સરકારની સંકલ્પબદ્ધ પહેલ

ગુજરાત સરકારે રાજ્યમાં દીકરીના જન્મદરને વધારવા, શિક્ષણને પ્રોત્સાહન આપવા અને સમાજમાં દીકરીઓને સશક્ત બનાવવા માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૨૦/૦૯/૨૦૨૨ના રોજ આ યોજનામાં સુધારાઓ સાથે સંકલિત ઠરાવ જાહેર કરાયો છે (ઠરાવ નં. મસક/૧૩૨૦૧૯/૧૧૮૧/અ(પા.ફા.)).

Gujarat Vahali Dikri Yojana 2025 દીકરીના જન્મથી લઈને તેની ઉંમર ૧૮ વર્ષ સુધી વિવિધ તબક્કે નાણાકીય સહાય પૂરી પાડે છે જેથી તે શિક્ષિત, આત્મનિર્ભર અને સશક્ત બને.

Gujarat Vahali Dikri Yojana 2025 યોજનાના મુખ્ય ઉદ્દેશો

  • રાજ્યમાં દીકરીના જન્મદરને વધારવો
  • દીકરીના શિક્ષણને પ્રોત્સાહન આપવું અને ડ્રોપઆઉટ દર ઘટાડવો
  • બાળલગ્નો અટકાવવાં
  • દીકરી અને સ્ત્રીનું સર્વાંગી સશક્તિકરણ કરવું

પાત્રતા માપદંડ

  • યોજના અમલ તારીખ: ૦૨ ઑગસ્ટ ૨૦૧૯
  • આ તારીખ પછી જન્મેલ દીકરીઓ જ યોજનાના લાભ માટે પાત્ર રહેશે
  • દંપતિની પ્રથમ ત્રણ દીકરીઓને લાભ મળવાપાત્ર રહેશે
  • વાર્ષિક આવક મર્યાદા (ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે): ₹૨,૦૦,૦૦૦/- કે તેથી ઓછી
  • દંપતિએ પુખ્ત વયે લગ્ન કર્યા હોવા જરૂરી

યોજનાના લાભ ત્રણ હપ્તામાં નાણાકીય સહાય

હપ્તોસમયસહાયની રકમ
પ્રથમ હપ્તોદીકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે₹૪,૦૦૦/-
બીજો હપ્તોદીકરીના નવમા ધોરણમાં પ્રવેશ વખતે₹૬,૦૦૦/-
આખરી હપ્તોદીકરીની ૧૮ વર્ષની ઉંમરે (ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય)₹૧,૦૦,૦૦૦/-

નોંધ: આખરી હપ્તા માટે દીકરીનું બાળલગ્ન થયેલ ન હોવું ફરજિયાત છે.

વીમા કવચ

જો દીકરીના મુખ્ય કમાવનાર પિતા/માતા (૧૮થી ૬૦ વર્ષની વય વચ્ચે)નું નિધન થાય, તો LIC of India દ્વારા ₹૧૦,૦૦૦/- વીમા સહાય રૂપે આપવામાં આવશે.

અરજી કરવાની પ્રક્રિયા

  • અરજી ફોર્મ મેળવવા માટે:
    • ગ્રામપંચાયત કચેરીના e-Gram સેન્ટર
    • તાલુકા મામલતદાર કચેરી
    • મહિલા અને બાળ અધિકારી કચેરી
    • અથવા https://wcd.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય
  • ઓનલાઈન અરજી માટે વેબસાઈટ: www.digitalgujarat.gov.in
  • દીકરીના જન્મના એક વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે.
  • અરજી સ્વીકારતી વખતે ઓનલાઈન નોંધણી નંબર સાથે પહોંચ આપવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો

  1. દીકરીનું જન્મ પ્રમાણપત્ર
  2. દીકરી અને માતા-પિતાના આધારકાર્ડ
  3. માતા-પિતાનું લગ્ન પ્રમાણપત્ર
  4. વાર્ષિક આવક પ્રમાણપત્ર
  5. બેંક પાસબુકની નકલ
  6. રેશન કાર્ડ
  7. સ્વ-ઘોષણા (અનુસૂચિ-૨)

અરજી મંજૂરી પ્રક્રિયા

  • સંબંધિત જિલ્લાના મહિલા અને બાળ અધિકારી સક્ષમ અધિકારી રહેશે
  • ફિલ્ડ ઓફિસર દ્વારા અરજીની ચકાસણી ૧૫ દિવસમાં થશે
  • દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા ૧૦ દિવસમાં આગળ મોકલાશે
  • આખરે જિલ્લા અધિકારી ૧૦ દિવસમાં મંજૂરી/નામંજૂરી આપશે
  • અરજદારને ઓનલાઈન નિર્ણયની જાણ કરવામાં આવશે

Gujarat Vahali Dikri Yojana 2025 “વ્હાલી દીકરી યોજના” માત્ર નાણાકીય સહાય નથી, પણ દીકરીઓને સમાન તક અને ગૌરવ આપવાનો પ્રયાસ છે. ગુજરાત સરકારનો આ પ્રયાસ દીકરીને શિક્ષણ, સ્વાભિમાન અને સુરક્ષા આપવાનો છે, જેનાથી “દીકરી ભાર નથી, ઉપકાર છે” જેવી વિચારસરણીને પ્રોત્સાહન મળે છે.

Gujarat Vahali Dikri Yojana 2025 જો તમારે “વ્હાલી દીકરી યોજના” માટે અરજી કરવી હોય તો, આજે જ www.digitalgujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરો

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

PDF

How to Online Application Gujarat Vahali Dikri Yojana 2025 | વ્હાલી દીકરી યોજના 2025 ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

Gujarat Vahali Dikri Yojana 2025 વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય છે. આ યોજનાની ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરી શકાય છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી અલગ-અલગ સ્તરે લોકો કરતા હોય છે.

Vahali Dikari Yojana Online Application On Digital Gujarat Portal
Gujarat Vahali Dikri Yojana 2025
  • સૌપ્રથમ જો તમે ગ્રામ્ય વિસ્તારના હોય તો VCE પાસે જવું.
  • જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરીના “તાલુકા ઓપરેટર” અથવા “જન સેવા કેન્‍દ્ર” માં જઈને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં વ્હાલી દીકરી યોજના ફોર્મ pdf ભરવાની આપવાનું રહેશે.
  • તમામ ડોક્યુમેન્‍ટ ઓરીજનલ આપવાના રહેશે.
  • ગ્રામ્ય VCE અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્‍ટ અને વાલી દિકરી યોજના નું ફોર્મ ચકાસણી કરશે.
  • ત્યારબાદ VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિશીયલ લોગીન દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
  • છેલ્લે, તમને ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ આપશે, જેની નકલ સાચવીને રાખવાની રહેશે.

વ્હાલી દીકરી યોજના ઓનલાઈન અરજી કોની પાસે કરાવવી?

મિત્રો વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સેવા ચાલુ થઈ છે. પરંતુ આ ઓનલાઈન સેવા સરકારીશ્રી દ્વારા જેમના Digital Gujarat Portal ના SSO લોગિન બનાવેલ છે. તેવા લોકો જ આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે છે.

વ્હાલી દીકરી યોજના ઓનલાઈન ની કોણ-કોણ અરજી કરી શકશે?અરજી કરનારની કચેરીનું સરનામું
VCE (Village Computer Entrepreneur) ઓનલાઈન અરજી કરવાની રહેશે.ગ્રામ્ય પંચાયત ખાતે
તાલુકા મામલતદાર ઓપરેટરતાલુકા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજનાની કામગીરી કરતા “વિધવા સહાય ઓપરેટર” આ સ્કીમની અરજી કરી શકશે. અથવા જનસેવા કેન્‍દ્ર પર જઈને અરજી કરવાની રહેશે.
જિલ્લા કક્ષાએ ઓપરેટરજિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે.

વહાલી દીકરી યોજના 2025 pdf ક્યાંથી મેળવવું

કમિશ્રનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vahali Dikri Yojana PDF Form તેની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. આ ફોર્મ નીચેની જગ્યાએથી મેળવી શકાશે.

1. ગ્રામસ્તરે ચાલતી Village Computer Entrepreneur (VCE) પાસે યોજનાનું ફોર્મ મેળવી શકાશે

2. તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના “વિધવા સહાય યોજના”ના કોમ્પ્યુટર ઓપરેટર અથવા જનસેવા કેન્‍દ્ર પર જઈને ફોર્મ મેળવી શકાશે તથા Online Application પણ કરી શકાશે.

3. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વિનામૂલ્યે એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે.

Gujarat Vahali Dikri Yojana 2025 FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

Gujarat Vahali Dikri Yojana 2025

1. Gujarat Vahali Dikri Yojana 2025 માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે?

જવાબ:
વ્હાલી દીકરી યોજના માટે નીચે મુજબના દસ્તાવેજો જરૂરી છે:

  1. દીકરીનું જન્મ પ્રમાણપત્ર
  2. દીકરીનો આધારકાર્ડ
  3. માતા-પિતાના આધારકાર્ડ
  4. માતા-પિતાનું જન્મ પ્રમાણપત્ર
  5. આવકનો દાખલો
  6. દંપતિના તમામ બાળકોના જન્મના દાખલા
  7. માતા-પિતાના લગ્નનું પ્રમાણપત્ર
  8. સ્વ-ઘોષણાનો નમૂનો (અનુસૂચિ-2)
  9. અરજદારના રેશન કાર્ડની નકલ

2. વ્હાલી દીકરી યોજના શા માટે બનાવવામાં આવી છે?

જવાબ:
આ યોજના દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા, બાળલગ્ન અટકાવવા અને સમાજમાં સ્ત્રીનું સ્થાન વધુ મજબૂત બનાવવા માટે બનાવવામાં આવી છે.

3. Vahali Dikri Yojana Application Status Online કેવી રીતે ચેક કરી શકાય?

જવાબ:
વ્હાલી દીકરી યોજનાની અરજીની સ્થિતિ (Application Status) જાણવા માટે તમારા જિલ્લાના મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીમાં સંપર્ક કરવો જરૂરી છે.

4. એક દંપતિની કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે?

જવાબ:
દંપતિની પ્રથમ ત્રણ જીવિત દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.

5. શું વ્હાલી દીકરી યોજનામાં ઑનલાઇન અરજી કરી શકાશે?

જવાબ:
હા ✅
નવા સુધારા ઠરાવ મુજબ હવે વ્હાલી દીકરી યોજનામાં ઓનલાઇન અરજી www.digitalgujarat.gov.in પરથી કરી શકાય છે.

6. વ્હાલી દીકરી યોજનાની અરજી ક્યાં કરવી હોય છે?

જવાબ:
લાભાર્થી દીકરીના ગ્રામ્ય વિસ્તાર માટે ગ્રામપંચાયતના e-Gram સેન્ટર અથવા VCE પાસે,
અને શહેરી વિસ્તાર માટે તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર પાસે અરજી કરી શકાય છે.

7. આ યોજના હેઠળ કેટલો લાભ મળે છે?

જવાબ:
આ યોજનામાં દીકરીને કુલ ત્રણ હપ્તામાં ₹1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) ની નાણાકીય સહાય આપવામાં આવે છે.

8. વ્હાલી દીકરી યોજના ફોર્મ PDF ક્યાંથી મળશે?

જવાબ:
આ યોજનાનું ફોર્મ ઓનલાઈન Download કરી શકાય છે —
🌐 https://wcd.gujarat.gov.in પરથી
અથવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીમાં પણ ફોર્મ ઉપલબ્ધ રહેશે.

9. વ્હાલી દીકરી યોજના માટે સોગંદનામું આપવું જરૂરી છે કે નહીં?

જવાબ:
સરકારના નવા ઠરાવ અનુસાર હવે આ યોજના માટે સોગંદનામું આપવાની જરૂર નથી.
અરજદારોને માત્ર સ્વ-ઘોષણા પત્ર આપવો પૂરતો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *