March 15, 2026

High Court stays worship of Danta Rajvi’s eighth day:850 વર્ષની પરંપરાને આંચ, રાજવી પરિવાર અને સમાજમાં ભારે રોષ

0
High Court stays worship of Danta Rajvi's eighth day

High Court stays worship of Danta Rajvi's eighth day

High Court stays worship of Danta Rajvi’s eighth day હાઈકોર્ટ દ્વારા દાંતા રાજવી પરિવારની અંબાજી મંદિરમાં આસો સુદ આઠમની પૂજા પર રોક લગાવવાના નિર્ણયને લઈને દાંતા સહિત સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઈકોર્ટના આ ચુકાદા સામે રાજવી પરિવાર સાથે-साथ સનાતની હિન્દુ સમાજમાં ભારે અસંતોષ ફેલાયો છે.

આ નિર્ણયના વિરોધમાં આજે દાંતાના બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો દ્વારા વિશાળ રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

850 વર્ષ જૂની પરંપરાને રોક લગાવવાનો આદેશ

દાંતા રાજવી પરિવાર છેલ્લા આશરે 850 વર્ષથી આસો નવરાત્રીની આઠમે અંબાજી મંદિરમાં હવન અને પૂજા કરતો આવ્યો છે. આ પરંપરા પેઢીદર પેઢી ચાલુ રહી છે. પરંતુ હાઈકોર્ટ દ્વારા આ પૂજામાં રાજવી પરિવારના અધિકાર પર રોક લગાવતો આદેશ આપવામાં આવતા આ નિર્ણયને પરંપરા અને આસ્થાને આંચ પહોંચાડનાર ગણવામાં આવી રહ્યો છે.

સ્થાનિક લોકો અને રાજવી પરિવારનું કહેવું છે કે આ ચુકાદા દ્વારા તેમની ઐતિહાસિક અને ધાર્મિક પરંપરાને છીનવી લેવામાં આવી છે.

દાંતા તાલુકાના સનાતની સમાજમાં આક્રોશ

High Court stays worship of Danta Rajvi’s eighth day હાઈકોર્ટના ચુકાદા સામે દાંતા તાલુકાના સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે દાંતાના આઝાદ ચોક ખાતે આસપાસના ગામોના લોકો, સમાજના આગેવાનો, કરણી સેના સહિત વિવિધ ધર્મપ્રેમી સંગઠનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.

ઉલ્લેખનીય છે કે આ વિરોધ પ્રદર્શનમાં મુસ્લિમ સમાજના લોકો પણ સમર્થન આપવા હાજર રહ્યા, જે ધાર્મિક એકતાનું ઉદાહરણ બની રહ્યું હતું.

આઝાદ ચોકથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી

આઝાદ ચોકથી એક વિશાળ રેલી નીકળી હતી, જેમાં પુરુષો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી દાંતા મામલતદાર કચેરી પહોંચી હતી, જ્યાં રાજવી પરિવાર અને સર્વ સમાજના પ્રતિનિધિઓ દ્વારા હાઈકોર્ટના ચુકાદા સામે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

રેલી દરમિયાન “પરંપરા બચાવો”, “આસ્થાનો સન્માન કરો” જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા.

High Court stays worship of Danta Rajvi’s eighth day:L1100 વર્ષથી અંબાજી મંદિર સાથે જોડાયેલો રાજવી પરિવાર

સ્થાનિક માન્યતાઓ અનુસાર, દાંતા રાજવી પરિવાર 1100 વર્ષથી અંબાજી મંદિરની પૂજા-અર્ચના સાથે જોડાયેલો રહ્યો છે. ખાસ કરીને આસો નવરાત્રીની આઠમે રાજવી પરિવાર દ્વારા થતી હવન અને પૂજાને વિશેષ ધાર્મિક મહત્વ આપવામાં આવે છે.

આ પરંપરા પર હાઈકોર્ટના આદેશથી રોક લાગતા હવે આ મુદ્દો માત્ર કાનૂની નહીં પરંતુ ધાર્મિક અને સામાજિક મુદ્દો બની ગયો છે.

High Court stays worship of Danta Rajvi’s eighth day:ચુકાદા સામે આગળની લડતના સંકેત

High Court stays worship of Danta Rajvi’s eighth day રાજવી પરિવાર અને સનાતની સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે આ મુદ્દે આગળ પણ કાયદાકીય અને લોકશાહી માર્ગે લડત ચાલુ રાખવામાં આવશે. પરંપરા અને આસ્થાનું રક્ષણ થાય તે માટે રાજ્ય સરકાર અને ન્યાયતંત્ર સમક્ષ ફરી રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed