March 12, 2026

વાવ-થરાદના ઢીમામાં નાઈ સમાજનો ઐતિહાસિક નિર્ણય, 51 પરગણાના આગેવાનોની હાજરીમાં ક્રાંતિકારી બંધારણ અમલમાં

0
નાઈ સમાજનો ઐતિહાસિક નિર્ણય

નાઈ સમાજનો ઐતિહાસિક નિર્ણય

નાઈ સમાજનો ઐતિહાસિક નિર્ણય વાવ-થરાદ પંથકના ધરણીધર તાલુકાના ઢીમા ગામે નાઈ સમાજ દ્વારા સમાજ સુધારણાની દિશામાં એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે. સમાજમાં વધતા જતા દેખાદેખી, બિનજરૂરી ખર્ચા, નશીલા પદાર્થો અને અંધશ્રદ્ધા જેવી કુપ્રથાઓ પર રોક લગાવવા માટે નાઈ સમાજે કડક અને સ્પષ્ટ બંધારણ ઘડ્યું છે.

આ મહત્વપૂર્ણ બેઠકમાં વાવ-થરાદ સહિત 51 પરગણાના નાઈ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લાંબી ચર્ચા, વિચાર-વિમર્શ અને મનોમંથન બાદ સમાજના હિતમાં આ નવા બંધારણને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી. આગેવાનોએ જણાવ્યું કે, સમાજમાં સંસ્કાર, શિસ્ત, સદાચાર અને આર્થિક સંતુલન જળવાઈ રહે તે માટે આવા કડક નિર્ણય લેવાયા છે.

નાઈ સમાજનો ઐતિહાસિક નિર્ણય

નાઈ સમાજનો ઐતિહાસિક નિર્ણય

🚫 લગ્ન પ્રસંગોમાં મોટા ફેરફાર

નવા બંધારણ મુજબ, લગ્ન અને અન્ય શુભ પ્રસંગોમાં કેફી તથા નશીલા પદાર્થોના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. હલ્દી રસમ, વેલકમ સોંગ અને ડીજે પ્રથા પર પણ સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

લગ્ન પ્રસંગે પડલામાં તોડી, ફૂલ, બુટી અને બંગડી જેવી વસ્તુઓ લઈ જવાની મંજૂરી રહેશે, પરંતુ કડલા અને ચૂડાની પ્રથા બંધ કરાઈ છે. લગ્ન અને ઉજમણા પ્રસંગોમાં વાસણ પ્રથા પણ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે.

💰 મામેરા-જુજેણામાં રોકડ વ્યવસ્થા

મામેરા અને જુજેણામાં દાગીનાની જગ્યાએ રોકડા પૈસા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. એક ઘર પૂરતા જ કપડાં લઈ જવાના રહેશે. મામેરામાં ઓછામાં ઓછા ₹51,000 અને વધુમાં વધુ ₹5 લાખ રોકડા આપવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. દાગીના આપવાની પ્રથા હવે બંધ રહેશે.

🎓 શિક્ષણને પ્રાથમિકતા

સમાજની દીકરીઓને ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ કર્યા બાદ જ લગ્ન કરવાની ભલામણ કરવામાં આવી છે. આ નિર્ણય દ્વારા દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

લગ્ન માટે છાપેલી કાર્ડની જગ્યાએ ડિજિટલ પત્રિકા અને સોશિયલ મીડિયા દ્વારા આમંત્રણ આપવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.

📚 દાન અને સામાજિક જવાબદારી

આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં ધાર્મિક મેળાવડાઓ પર ખર્ચ કરવા કરતાં શૈક્ષણિક સંસ્થાઓને યોગદાન આપવાની અપીલ કરવામાં આવી છે. જન્મદિવસ નિમિત્તે કેક કાપવાને બદલે યથાશક્તિ શાળાઓ અને કોલેજોમાં દાન આપવા સમાજને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે.

📵 સોશિયલ મીડિયા અંગે કડક માર્ગદર્શન

સમાજની દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપનો અનાવશ્યક ઉપયોગ ન કરવા તથા તેમના ફોટા સ્ટેટસમાં ન મૂકવા સૂચના આપવામાં આવી છે. તમામ પ્રસંગોમાં સંસ્કાર અને સ્વાભિમાન જળવાય તેવા કપડાં પહેરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

❌ સમાજ વિરુદ્ધ લગ્ન અસ્વીકાર્ય

નાઈ સમાજના નીતિનિયમો વિરુદ્ધ ભાગીને કરાયેલા પ્રેમલગ્ન અથવા મૈત્રી કરારને સમાજ દ્વારા સ્વીકારવામાં નહીં આવે તેવો સ્પષ્ટ અને કડક નિર્ણય પણ આ બેઠકમાં લેવાયો છે.


ઠાકોર સમાજ અને રબારી સમાજ બાદ હવે નાઈ સમાજે પણ કડક બંધારણ અમલમાં મૂકી સમાજ સુધારણાનો નવો માર્ગ ચિહ્નિત કર્યો છે. આ નિર્ણયથી સમગ્ર વાવ-થરાદ વિસ્તારમાં સામાજિક જાગૃતિનો મજબૂત સંદેશ પહોંચ્યો છે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો
નાઈ સમાજનો ઐતિહાસિક નિર્ણય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed