થરાદ-સાંચોર હાઈવે પર ભયાનક અકસ્માત: યુવકનું મોત, 4 ઈજાગ્રસ્ત
થરાદ-સાંચોર હાઈવે પર ભયાનક અકસ્માત
થરાદ-સાંચોર હાઈવે પર ભયાનક અકસ્માત થરાદ-સાંચોર હાઈવે પર મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં થરાદના એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણથી ચાર લોકો ઘાયલ થયા છે.
થરાદ-સાંચોર હાઈવે પર ભયાનક અકસ્માત

પ્રાથમિક મળતી માહિતી અનુસાર, એક કાર અને ઇકો ગાડી વચ્ચે જોરદાર અથડામણ થતાં આ અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી તીવ્ર હતી કે તેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન થરાદના યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
આ અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય ત્રણથી ચાર લોકોની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |