181 ટીમની માનવતા ભરેલી કામગીરી, દારૂની લતથી તૂટતું કુટુંબ ફરી જોડાયું
181 ટીમની માનવતા ભરેલી કામગીરી, વાવ–થરાદ જિલ્લાના એક ગામમાં દારૂની લતના કારણે તૂટી પડતા પરિવારને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ત્વરિત અને સંવેદનશીલ કામગીરીએ ફરી એક કરી દીધો. બીમાર પત્નીને પિયર મોકલી અને બે નાનાં સંતાનો છીનવી લીધેલા પતિએ ઝઘડા અને શારીરિક માનસિક ત્રાસથી સ્ત્રીનું જીવન દુષ્કર બનાવી દીધું હતું. સંતાનોથી અલગ થયા બાદ વ્યથિત સ્ત્રીએ 181 મહિલા હેલ્પલાઇનનો આશરો લીધો અને ત્યારબાદ ઘટનાએ નવી દિશા લીધી.
શું થયું હતું?
- લગ્નજીવન દરમિયાન દંપતીને બે સંતાનો થયા હતા
- પતિને દારૂની લત અને ગુસ્સાળ સ્વભાવથી ઘરમાં અવારનવાર ઝઘડા
- પત્ની બીમાર પડતાં તેને પિયર મોકલી અને બે સંતાનો પોતાની પાસે રાખી લીધા
- સંતાનોથી દૂર રહેનારી મહિલા વ્યથિત થયા બાદ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક
181 ટીમની સમજણ અને માર્ગદર્શન
181 કાઉન્સેલર દ્વારા પતિ–પત્ની બંનેની વાત સંભાળી પરિસ્થિતિ સમજાઈ. સ્ટાફ સાથે પત્ની સાસરીમાં ગઈ અને પતિને દારૂની લતના દૂષણો સમજાવ્યા. પરિવાર, સંતાન અને ભવિષ્ય પર થતી અસર વિશેજાગૃત કર્યો. દારૂ પીધે કરાતી હિંસા અને કાયદાકીય કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી.
181 ટીમની માનવતા ભરેલી કામગીરી પરિણામ
- પતિએ પોતાની ભૂલ સ્વીકારી
- પત્નીને ઘરે પરત બોલાવી
- સંતાનોને માતા સાથે મળાવ્યા
- આગળથી દારૂ ન પીવાની અને સ્નેહભર્યું કુટુંબ જીવન જીવવાની ખાતરી આપી
- 181 ટીમે દંપતી વચ્ચે સમાધાન કરાવ્યું
કાઉન્સેલરનું નિવેદન
કાઉન્સેલરે જણાવ્યું કે મહિલા સાસુ–સસરાથી અલગ રહી ભરણ–પોષણ કરતી હતી. દંપતીના ભવિષ્ય અને બાળકોની ભલાઈ માટે સમજદારી અને માનવતા આધારિત પ્રયાસો કરવામાં આવ્યા. અંતે પતિ સમજુ બની અને પરિવાર એક થયો.
181 ટીમની માનવતા ભરેલી કામગીરી, આ ઘટના બતાવે છે કે સંકડાળની ક્ષણોમાં યોગ્ય માર્ગદર્શન અને સંવેદનશીલ પ્રયાસો પરિવારને તૂટતા બચાવી શકે છે. 181 અભયમ ટીમની સમયસૂચક કામગીરીએ માત્ર એક સ્ત્રીને ન્યાય નહીં, પરંતુ બે નિર્દોષ બાળકોને પણ સ્થિર અને પ્રેમાળ પરિવાર મળ્યો છે.
મુશ્કેલીની ઘડીમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન સ્ત્રીઓને સુરક્ષા, માર્ગદર્શન અને સપોર્ટ પૂરો પાડે છે.

| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |