વાવ-થરાદ જિલ્લામાં પ્રભારી સચિવની નિમણૂક IAS એમ. નાગરાજનને મહત્વપૂર્ણ જવાબદારી
IAS એમ. નાગરાજન
IAS એમ. નાગરાજ નવરચિત વાવ-થરાદ જિલ્લામાં વહીવટી માળખું મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા હુકમ અનુસાર IAS અધિકારી શ્રી એમ. નાગરાજનને વાવ-થરાદ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

IAS એમ. નાગરાજનને મહત્વપૂર્ણ જવાબદારી
રાજ્ય સરકારે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વાવ-થરાદ જિલ્લાની રચના કરી છે. નવા જિલ્લાની સુચારૂ કામગીરી, વિકાસ આયોજન અને વહીવટી સંકલન સુનિશ્ચિત કરવા માટે પ્રભારી સચિવની નિમણૂક કરવામાં આવી છે. આ જવાબદારી શ્રી એમ. નાગરાજન, IAS (GJ-RR-2009)ને સોંપવામાં આવી છે.
હુકમ મુજબ, પ્રભારી સચિવ તરીકે તેઓ જિલ્લા સંબંધિત તમામ વહીવટી અને વિકાસલક્ષી બાબતો પર દેખરેખ રાખશે. સાથે સાથે તેઓ જિલ્લામાં સમાવિષ્ટ વિકાસશીલ તાલુકાઓના પ્રભારી તરીકે પણ કામગીરી બજાવશે.
આ નિમણૂકથી વાવ-થરાદ જિલ્લામાં વહીવટ વધુ સક્રિય બનશે તેમજ સરકારી યોજનાઓના અમલમાં ગતિ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુવિધાઓને મજબૂત બનાવવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે.
રાજ્યપાલના હુકમથી અને તેમના નામે આ નિમણૂક અમલમાં આવી છે, જે તારીખ 13 જાન્યુઆરી 2026થી અસરકારક ગણાશે. વાવ-થરાદ જિલ્લાના નાગરિકોમાં આ નિર્ણયને લઈને સકારાત્મક પ્રતિભાવ જોવા મળી રહ્યો છે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |