સરહદી રાઘાનેસડા ગામમાં દેશભક્તિની અનોખી ઝલક, સવિતાબેન ઠાકોરના હસ્તે ધ્વજવંદન
સરહદી રાઘાનેસડા ગામમાં
સરહદી રાઘાનેસડા ગામમાં ભારત–પાકિસ્તાનની સરહદે આવેલું નાનકડું રાઘાનેસડા ગામ 77મા પ્રજાસત્તાક દિને દેશભક્તિના રંગોમાં રંગાઈ ગયું. ધરણીધર તાલુકાની રાઘાનેસડા પ્રાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં સરપંચ ઈશ્વરભાઈ ઠાકોરની પુત્રી સવિતાબેન ઠાકોરના કરકમળે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
સરહદી રાઘાનેસડા ગામમાં

આ ખાસ પ્રસંગે સમગ્ર ગામ તિરંગામય બની ગયું. “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્”ના નારાઓથી સરહદી ગામનો આકાશ ગુંજી ઉઠ્યો. દેશપ્રેમની લાગણી દરેક ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.
કાર્યક્રમમાં ગામના ગ્રામજનો, યુવાનો, વડીલો, મહિલાઓ તેમજ બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શાળાના બાળકો દ્વારા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેમણે હાજર સૌને ભાવવિભોર કરી દીધા.
સીમા પાસે આવેલું આ નાનકડું ગામ આજે સમગ્ર દેશ માટે દેશપ્રેમ, એકતા અને ગૌરવનું પ્રતીક બની ઊભર્યું. રાઘાનેસડાની આ ઉજવણી એ સાબિત કરે છે કે સરહદે વસતા લોકોના હૃદયમાં દેશ માટેની લાગણી સૌથી વધુ મજબૂત હોય છે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |