March 15, 2026

મુસાફરોને મળશે વધુ સુવિધા: હવે જોધપુર–ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ ભગત કી કોઠીથી દોડશે

0
વાવ-થરાદ (5)

પશ્ચિમ રેલવે સતત મુસાફરોની સુવિધા વધારવા પ્રયત્નશીલ છે. તે અંતર્ગત જોધપુર–ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ (22483/22484)ના ટર્મિનલ સ્ટેશન અને સમયસૂચીમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન જોધપુરની જગ્યાએ ભગત કી કોઠી સ્ટેશનથી દોડશે. નવો સમયપત્રક સોમવાર, 3 નવેમ્બરથી લાગુ પડી ગયો છે.

હવે જોધપુર–ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ ભગત કી કોઠીથી દોડશે

જોધપુર ડીઆરસીએમ અનુજ ત્રિપાઠી જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 22483 રાત્રે 11 વાગ્યે ભગત કી કોઠીથી પ્રસ્થાન કરશે અને માર્ગમાં લૂણી, જાલોર, રાણીવાડા, ધાનેરા, ભીલડી, ભાભર સહિતના સ્ટેશનો પર રોકાયને સવારે 8.50 વાગ્યે ગાંધીધામ પહોંચશે.

તે જ રીતે ટ્રેન નંબર 22484 હવે પહેલા કરતાં વહેલી રાત્રે 9.40 વાગ્યે ગાંધીધામથી નીકળશે અને સવારે 7.15 વાગ્યે ભગત કી કોઠી સ્ટેશન પહોંચશે.

રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નવી વ્યવસ્થાથી જોધપુર સ્ટેશનનો ભાર ઘટશે અને મુસાફરોને વધુ સરળતા તથા સમયસર ટ્રેન સુવિધા મળશે. ટ્રેનના તમામ રૂટ સ્થાનોના સમયને સુધારી નવું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે, મુસાફરી વધુ સુવ્યવસ્થિત બની રહેશે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed