વાવ પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર પતંગોત્સવ: રંગબેરંગી પતંગો સાથે બાળકોમાં ઉત્સવનો ઉમંગ
વાવ પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર પતંગોત્સવ: રંગબેરંગી પતંગો સાથે બાળકોમાં ઉત્સવનો ઉમંગ
વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલી પ્રાથમિક શાળા નંબર–1 દ્વારા પતંગોત્સવ ઉત્તરાયણ પર્વના અવસરે ભવ્ય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવના ખારી મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ અને આનંદ સાથે ભાગ લીધો હતો.

વાવ પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર પતંગોત્સવ
શાળા પરિવાર દ્વારા તમામ બાળકોને પતંગ અને દોરીની વ્યવસ્થા કરવામાં આવી હતી. વહેલી સવારથી જ રંગબેરંગી પતંગો સાથે બાળકો ખારી મેદાનમાં ઉમટી પડ્યા હતા. આકાશમાં ઉડતી પતંગોએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. બાળકો એકબીજાને પ્રોત્સાહિત કરતા અને આનંદપૂર્વક પતંગ ઉડાવતા નજરે પડ્યા હતા.
શાળા સંચાલકોના જણાવ્યા અનુસાર, આ પતંગોત્સવનું મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને લોકઉત્સવો પ્રત્યે પ્રેમ અને જાગૃતિ વિકસાવવાનો હતો. ઉત્તરાયણ જેવા લોકઉત્સવ દ્વારા બાળકોમાં સહકાર, ભાઈચારો અને સામૂહિક આનંદની ભાવના વિકસે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાળકોની સલામતીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પતંગ ઉડાવતી વખતે જરૂરી સાવચેતી અંગે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે બાળકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેના કારણે બાળકોમાં વધુ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો.
શાળા પરિવાર, શિક્ષકો અને સ્ટાફના સહયોગથી આ પતંગોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે બાળકોના ચહેરા પર દેખાતી ખુશી અને ઉત્સાહે સમગ્ર આયોજનને યાદગાર બનાવ્યું હતું. શાળાની આ અનોખી પહેલને સ્થાનિક લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |