March 12, 2026

Kshatriya Thakor community:પાલનપુરમાં ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ અંધશ્રદ્ધા દૂર કરવી, ભાગીને લગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત અને લગ્નમાં વાસણ પ્રથા બંધ કરવા પર ભાર

0
Kshatriya Thakor community

Kshatriya Thakor community

Kshatriya Thakor community બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક સાંસદ ગેનીબેન ઠાકોર તથા ધારાસભ્ય કેસાજી ઠાકોરની આગેવાની હેઠળ મળી હતી. બેઠકનો મુખ્ય હેતુ સમાજના પરંપરાગત રીત-રિવાજોમાં સમયાનુકૂળ સુધારા લાવવા, કુરિવાજો દૂર કરવા તથા અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવાનો હતો.

સમાજ સુધારાના મુદ્દાઓ પર ચર્ચા

Kshatriya Thakor community બેઠક દરમિયાન સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા દૂર કરવી, ભાગીને લગ્ન કરનાર દીકરા-દીકરીઓના કિસ્સામાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવી, તેમજ લગ્ન પ્રસંગોમાં ચાલતી વાસણ પ્રથા અને ઓઢામણા પ્રથા બંધ કરવા જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત, મરણ પ્રસંગે થતી જમણ પ્રથા તથા ખોટા ખર્ચાઓ બંધ કરવા અંગે પણ સભામાં એકમત વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અંધશ્રદ્ધા સામે કડક સંદેશ

સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “દેવી-દેવતાઓ પર શ્રદ્ધા હોવી જરૂરી છે, પરંતુ અંધશ્રદ્ધા નહીં.” તેમણે અંધશ્રદ્ધાના દોષકારક પરિણામો અંગે વિસ્તૃત રીતે વાત કરી હતી.

તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં દીકરીઓને દૂધ પીતી કરવાની જેવી અમાનવીય પ્રથાઓ હતી, જેને સમાજના બુદ્ધિજીવી અને ક્રાંતિકારીઓએ દૂર કરી હતી. એ જ રીતે બહુપત્નીત્વ જેવી પ્રથાઓને 1951ના હિન્દુ એક્ટ હેઠળ બંધારણીય સુધારાઓ દ્વારા દૂર કરવામાં આવી.

Kshatriya Thakor community:અંધશ્રદ્ધા નાબૂદી માટે કાયદાકીય જોગવાઈ

Kshatriya Thakor community સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે અંધશ્રદ્ધા નાબૂદી માટે વિધાનસભામાં કાયદો પસાર કર્યો છે. આ કાયદા હેઠળ અંધશ્રદ્ધા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી અને ફોજદારી ગુનાની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અંધશ્રદ્ધાના નામે બાળકોને ડામ આપવો, પરિવારજનો વચ્ચે ઝગડા ઉભા કરવાં, નિસંતાન દંપતિઓને વહેમમાં રાખવું, મિલકત માટે ખોટા વહેમ ઊભા કરવાં અને આર્થિક શોષણ કરવું સમાજ માટે નુકસાનકારક છે. મુશ્કેલીમાં રહેલા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવો ખોટું છે અને આવા કૃત્યોને અટકાવવા સમાજે આગળ આવવું જરૂરી છે.

ખોટા ખર્ચા બંધ કરવા અપીલ

ઠાકોર સમાજના આગેવાન ડૉ. જગદીશ ઠાકોરે જણાવ્યું કે, જૂના રીત-રિવાજોના કારણે લગ્ન અને મરણ પ્રસંગોમાં અનાવશ્યક ખર્ચો વધી રહ્યો છે. ખાસ કરીને લગ્નમાં ચાલતી ઓઢામણા પ્રથા અંગે તેમણે કહ્યું કે, ઘણી વખત ઓઢામણામાં અપાતી સાડી, ધોતિયા અથવા પેન્ટ-પીસનો કોઈ ઉપયોગ થતો નથી.

તેમણે આ પ્રથા બંધ કરી દીકરીને જરૂર મુજબ જરૂરી સામાન માતા-પિતાએ આપવો જોઈએ તેવી અપીલ કરી. સાથે જ વાસણ પ્રથા બંધ કરવા અને મરણ પ્રસંગે થતો ખોટો ખર્ચ અટકાવવાની પણ જરૂરિયાત વ્યક્ત કરી.

ભાગીને લગ્ન અંગે મહત્વનો નિર્ણય

બેઠકમાં એવો પણ વિચાર રજૂ કરવામાં આવ્યો કે, જો દીકરા-દીકરીઓ સમાજની મર્યાદા બહાર જઈને લગ્ન કરે તો તેમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવવામાં આવે. આ નિર્ણયનો હેતુ સમાજમાં શિસ્ત અને સંવાદ જાળવી રાખવાનો છે.

સમાજને નવી દિશા આપવા પ્રયાસ

Kshatriya Thakor community આ બેઠક દ્વારા ઠાકોર સમાજને આધુનિક વિચારધારા સાથે જોડીને અંધશ્રદ્ધા, કુરિવાજો અને ખોટા ખર્ચાઓથી મુક્ત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed