થરાદના લેડાઉ ગામમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા: બાળકોને શિક્ષણ માટે મુશ્કેલીનો સામનો
લેડાઉ ગામ
થરાદ તાલુકાના લેડાઉ ગામમાં થયેલા ભારે વરસાદને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ પણ પાણી ભરાયેલા છે. ગામનો મુખ્ય માર્ગ, શાળા, આંગણવાડી, ગ્રામ પંચાયત અને મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે, જેના કારણે ગ્રામજનોને રોજિંદી જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વાવ-થરાદ જિલ્લામાં તાજેતરના સતત ત્રણ દિવસના વરસાદથી અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણા ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકો અન્ય સ્થળોએ આશ્રય લેવા મજબૂર બન્યા હતા. હાલ લેડાઉ ગામમાં પણ અનેક મકાનો હજુ પાણીમાં ગરકાવ છે, જેના કારણે સ્વચ્છતા અને આરોગ્યની સમસ્યા પણ ઊભી થઈ રહી છે.
ગામના અગ્રણી લક્ષ્મણભાઈએ જણાવ્યું કે, શાળામાં જતા બાળકો માટે હાલની પરિસ્થિતિ અત્યંત કઠિન બની છે. પાણી ભરાયેલા માર્ગોને કારણે તેમને લાંબો ચક્કર મારીને શાળાએ પહોંચવું પડે છે, અને ઘણા બાળકો પાસે વાહન ન હોવાથી તેઓ શાળાએ જઈ શકતા નથી. પરિણામે, બાળકોના શિક્ષણ પર સીધો પ્રભાવ પડી રહ્યો છે.
ગ્રામજનો તથા શાળાના વાલીઓએ સરકારને વિનંતી કરી છે કે, ગામમાંથી પાણીની નિકાસ માટે તાત્કાલિક પગલાં લેવાય અને બાળકોના શિક્ષણમાં વિક્ષેપ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.
લેડાઉ ગામ ફોટો દ્વારા જોઈ શકો છો?




| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |