May 16, 2026

દૂધના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી! બનાસકાંઠા LCBની મોટી કાર્યવાહી, ₹18 લાખનો મુદ્દામાલ જપ્ત

0
દૂધના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી

દૂધના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી

દૂધના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરીબનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે એલ.સી.બી. (LCB) દ્વારા મોટી સફળતા મેળવી છે. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના એરોમા સર્કલ પાસેથી દૂધના ટેન્કરની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. આ કાર્યવાહીમાં કુલ ₹18,16,082/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, બોલેરો પીકઅપ પર બનાવેલા દૂધના ટેન્કર (નં. GJ08 AU 2460) માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1787 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે ₹8,05,582/- આંકવામાં આવી છે, જ્યારે વાહન સહિત કુલ મુદ્દામાલ ₹18 લાખથી વધુનો છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે દ્વારા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને એલ.સી.બી. દ્વારા સતત પેટ્રોલિંગ અને ચોક્કસ બાતમીના આધારે આ સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

એલ.સી.બી. પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટણીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પાલનપુર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે એરોમા સર્કલ નજીકથી આરોપી
હુરતાભાઈ ઉર્ફે સુરતાભાઈ પીરાજી ભીખાજી રબારી
(ઉંમર: 28 વર્ષ, વ્યવસાય: ડ્રાઈવિંગ, રહેવાસી: જુનીરોહ, તા. અમીરગઢ, જિ. બનાસકાંઠા) ને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપી ઉપરાંત દારૂ ભરાવનાર તથા મંગાવનાર તમામ ઇસમો વિરુદ્ધ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો.

👉 જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે બનાસકાંઠા પોલીસની આ કાર્યવાહી પ્રશંસનીય ગણાઈ રહી છે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *