April 22, 2026

થરાદમાં LPG ગેસ સિલિન્ડર માટે લોકોની લાંબી લાઈનો, જાણો અછત છે કે અફવા?

0
LPG ગેસ સિલિન્ડર

LPG ગેસ સિલિન્ડર

થરાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી LPG ગેસ સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. શહેરના ગેસ ગોડાઉન પર વહેલી સવારથી જ મહિલાઓ અને પુરુષો સિલિન્ડર લેવા માટે લાઈનમાં ઊભા રહેતા જોવા મળે છે. ઘણા લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે, જેના કારણે ખાસ કરીને ગૃહિણીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

LPG ગેસ સિલિન્ડર

LPG ગેસ સિલિન્ડર

ગ્રાહકોની મુશ્કેલી અને માંગ

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રસોઈ માટે ગેસ અનિવાર્ય હોવાથી તેઓ રોજિંદા કામધંધા છોડીને લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. કેટલાક ગ્રાહકોનું કહેવું છે કે પૂરતા પ્રમાણમાં સિલિન્ડર ઉપલબ્ધ ન હોવાના કારણે આવી સ્થિતિ ઉભી થઈ છે. લોકોનું કહેવું છે કે ગેસ સિલિન્ડરનું વિતરણ વધુ સરળ અને વ્યવસ્થિત બનાવવામાં આવે જેથી સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે.

ડીલરનું નિવેદન : અછત નહીં, અફવાઓનો પ્રભાવ

આ સમગ્ર મુદ્દે ગેસ ડીલર નરસિંહભાઈએ જણાવ્યું હતું કે શહેરમાં ગેસ સિલિન્ડરની કોઈ વાસ્તવિક અછત નથી. પરંતુ ગેસ ખૂટી જવાની અફવાઓ ફેલાતાં લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. જેના કારણે ઘણા ગ્રાહકો જરૂર કરતાં વહેલી બુકિંગ કરાવી રહ્યા છે.

તેમના જણાવ્યા પ્રમાણે અગાઉ જે સિલિન્ડર એક પરિવારને લગભગ ત્રણ મહિના ચાલતો હતો, તેવા ઘણા લોકો હવે સ્ટોક ખૂટી જવાની ભીતિથી એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. જેના કારણે ગેસ ગોડાઉન પર ભીડ વધતી જોવા મળી રહી છે.

OTP સિસ્ટમને કારણે થતો વિલંબ

ગેસ વિતરણ પ્રક્રિયામાં હાલ નવી ટેકનિકલ વ્યવસ્થા લાગુ છે. બુકિંગ કર્યા બાદ ગ્રાહકના મોબાઈલ પર OTP આવે છે અને આ કોડની ઓનલાઈન ચકાસણી કર્યા પછી જ સિલિન્ડર આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં થોડો સમય લાગતો હોવાથી ગોડાઉન પર લાઈનો લાંબી થતી હોવાનું જણાવાયું છે.

વધેલા બુકિંગને કારણે હાલમાં હોમ ડિલિવરીમાં લગભગ 4 થી 5 દિવસનો સમય લાગી શકે છે. જોકે 10 દિવસ જેટલો વિલંબ થતો હોવાનો દાવો સાચો નથી.

પુરવઠો નિયમિત

ડીલરે વધુમાં જણાવ્યું હતું કે ગેસનો પુરવઠો નિયમિત છે. “આજે જ 700 સિલિન્ડર ભરેલી બે ગાડીઓ આવી છે અને દરરોજ લગભગ આટલો જ જથ્થો આવી રહ્યો છે.”

તેમણે ગ્રાહકોને અપીલ કરી છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરી બિનજરૂરી એડવાન્સ બુકિંગ ટાળે, જેથી ગેસ વિતરણ વ્યવસ્થા સરળતાથી ચાલુ રહી શકે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો
LPG ગેસ સિલિન્ડર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed