March 15, 2026

Maniben Chaudhary milk production: 1.94 કરોડનું દૂધ ભરાવી બનાસકાંઠામાં દ્વિતીય સ્થાન, હવે 3 કરોડનો ટાર્ગેટ

0
Maniben Chaudhary milk production

Maniben Chaudhary milk production

Maniben Chaudhary milk production:બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કસરા ગામની 65 વર્ષીય માનીબેન જેસુંગભાઈ ચૌધરીએ દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. વર્ષ 2024-25 દરમિયાન તેમણે 3,47,180 લિટર દૂધ બનાસ ડેરીમાં પૂરું પાડ્યું, જેનું મૂલ્ય અંદાજે ₹1.94 કરોડ થાય છે. આ સિદ્ધિ બદલ માનીબેનને બનાસ ડેરીની બનાસ લક્ષ્મી શ્રેણીમાં જિલ્લા સ્તરે દ્વિતીય સ્થાન મળ્યું છે.

મારુ વાવ થરાદ ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરોઅહીં ક્લિક કરો

Maniben Chaudhary milk production:હવે 3 કરોડના લક્ષ્યાંક તરફ

માનીબેન હાલમાં દરરોજ સરેરાશ 1100 લિટર દૂધ ભરાવે છે. તેમના પશુપાલનમાં બન્ની, મહેસાણી અને મુરાહ પ્રજાતિની ભેંસો, એચએફ ગાયો અને ચાર દેશી કાંકરેજ પ્રજાતિની ગાયો છે. હાલ તેમની પાસે આશરે 230 ગાય-ભેંસો છે, અને આગામી વર્ષે તેઓ વધુ 100 ભેંસ ખરીદીને 3 કરોડનું દૂધ ભરાવવાનો નિર્ધાર કરી રહ્યા છે.

પશુપાલન સાથે 16 પરિવારોને રોજગાર

માનીબેન માત્ર પોતાની જ નહીં, પરંતુ અન્ય 16 પરિવારોને પશુપાલન સાથે જોડીને આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરી રહી છે. દૂધ દોહન માટે આધુનિક મશીનરીનો ઉપયોગ થાય છે. ખાસ વાત એ છે કે તેમના ત્રણેય દીકરા ગ્રેજ્યુએટ હોવા છતાં આ કામગીરીમાં પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે.

Maniben Chaudhary milk production:પ્રથમ સ્થાન પર નવલબેન

બનાસ ડેરીમાં દર વર્ષે દૂધ ભરાવનારાઓની રેન્કિંગ કરવામાં આવે છે. આ વર્ષે પ્રથમ સ્થાન પર નગાણા ગામની નવલબેન, જેમણે આશરે ₹2 કરોડનું દૂધ ભરાવ્યું છે. માનીબેન પહેલીવાર આ યાદીમાં ટોચ પર આવી છે અને બનાસકાંઠા જિલ્લામાં ગૌરવ ઉમેર્યું છે.

મહિલાઓ માટે પ્રેરણા

ગુજરાતમાં કુલ 16,000થી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે, જેમાંથી 4150 જેટલી મહિલા સંચાલિત છે. માનીબેન જેવી મહિલાઓએ સાબિત કર્યું છે કે મહેનત, દ્રઢ સંકલ્પ અને આત્મનિર્ભરતા દ્વારા મહિલાઓ પણ કરોડોમાં કમાણી કરી શકે છે.

વધુ માહિતી માટે: અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed