April 22, 2026

ધનકવાડાના જીગર ઠાકોર બન્યા ડોક્ટર: MBBS ડિગ્રી મેળવી તાલુકા અને સમાજનું ગૌરવ વધાર્યું

0
MBBS

MBBS

ધનકવાડાના જીગર ઠાકોર બન્યા ડોક્ટર: MBBS ડિગ્રી મેળવી તાલુકા અને સમાજનું ગૌરવ વધાર્યું દિયોદર તાલુકાના ધનકવાડા ગામ માટે ગર્વની ક્ષણ સર્જાઈ છે. ગામના યુવાન જીગરકુમાર ઠાકોરે સફળતાપૂર્વક MBBSની ડિગ્રી પ્રાપ્ત કરી છે, જેના કારણે સમગ્ર વિસ્તાર સાથે ઠાકોર સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

MBBS ડિગ્રી મેળવી તાલુકા અને સમાજનું ગૌરવ વધાર્યું

જીગરકુમારે ભુજ સ્થિત અદાણી મેડિકલ કોલેજમાંથી પોતાની ડોક્ટરીની અભ્યાસયાત્રા પૂર્ણ કરી છે. તેમની આ સિદ્ધિ માત્ર પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર દિયોદર તાલુકા માટે ગૌરવની વાત બની છે.

તેઓ ચીનુભાઈ દેવસીભાઈ પેપરાણીયા (ઠાકોર)ના પુત્ર છે. સામાન્ય પરિવારમાંથી આવીને મહેનત અને લગનથી મેળવેલી આ સફળતા ઘણા યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.

જીગરકુમારને તેમની આ સિદ્ધિ બદલ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. સ્નેહીજનો, મિત્રમંડળ અને ગ્રામજનો દ્વારા પણ તેમને દિલથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

સૌએ તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે અને આશા વ્યક્ત કરી છે કે તેઓ ભવિષ્યમાં પોતાની સેવાઓ દ્વારા સમાજમાં આગવી ઓળખ ઉભી કરશે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed