May 16, 2026

Monday Positive:ભીખ નહીં, ભણવા જઈએ’ના સંકલ્પથી આદિવાસી દીકરીઓ બનશે આત્મનિર્ભર, અંબાજીમાં ગર્લ્સ પાઇપર બેન્ડનું લોકાર્પણ

0
Monday Positive

Monday Positive

Monday Positive ‘ભીખ નહીં, ભણવા જઈએ’ના પ્રેરક સંકલ્પ સાથે આદિવાસી દીકરીઓને શિક્ષણ અને સ્વાવલંબનનો નવો માર્ગ મળ્યો છે. અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા સંસ્થાન કેન્દ્ર દ્વારા શ્રી શક્તિ આદિવાસી ગર્લ્સ પાઇપર બેન્ડનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ બેન્ડ મારફતે દીકરીઓ હવે સંગીતના સુરે-સંગાથે લિંગ સમાનતા, શિક્ષણ, સ્વરાજ્ય અને સશક્તિકરણનો સંદેશ સમગ્ર સમાજમાં ફેલાવશે.

ભીખ માંગતી દીકરીઓથી બેન્ડમાં નેત્રત્વ સુધી

સંસ્થાના સ્થાપક ઉષાબેન અગ્રવાલે જણાવ્યુ̀ કે, આ દીકરીઓ અગાઉ ગબ્બર પર્વતના ડુંગરાળ વિસ્તારમાં ભીખ માંગતી હતી. ‘ભીખ નહીં, ભણવા જઈએ’ના સંકલ્પ સાથે સંસ્થાએ ભગીરથ પ્રયાસ કરીને આ દીકરીઓના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. આજે એ જ દીકરીઓ બેન્ડ વગાડી રહી છે અને પોતાના પગ પર ઊભી બની રહી છે.

બેન્ડનો મુખ્ય ઉદ્દેશ

આ આદિવાસી ગર્લ્સ પાઇપર બેન્ડનો મુખ્ય હેતુ છે:

  • આદિવાસી દીકરીઓને સશક્ત બનાવવી
  • તેમની પ્રતિભાને મંચ આપવો
  • સંગીત દ્વારા શિક્ષણ અને સમાનતાનો સંદેશ ફેલાવવો
  • સમાજમાં દીકરીઓ માટે સકારાત્મક વિચારધારા વિકસાવવી

આ સમગ્ર કાર્ય પાછળ સંસ્થાની છેલ્લા 16 વર્ષની અથાગ મહેનત, ત્યાગ અને પ્રેરણા રહેલી છે.

મંત્રી અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ

આ ગર્લ્સ પાઇપર બેન્ડનો પ્રારંભ મંત્રી પ્રવિણ માળી અને પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરના શુભ હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન દીકરીઓના આત્મવિશ્વાસ અને સંગીતની પ્રશંસા કરવામાં આવી હતી.

Monday Positive:50 આદિવાસી દીકરીઓને મળ્યો નવો રસ્તો

બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ રચાયેલા આ દીકરીઓના બેન્ડમાં અંબાજી વિસ્તારના આદિવાસી પરિવારોની 50 દીકરીઓને સામેલ કરવામાં આવી છે. આ દીકરીઓ હવે:

  • ભવિષ્યમાં લશ્કર અને પોલીસના બેન્ડમાં જોડાઈ શકશે
  • ખાનગી સંસ્થાઓના કાર્યક્રમોમાં બેન્ડ વગાડી આર્થિક રીતે પગભર બની રહી છે

આ દીકરીઓ હાલમાં:

  • બ્યુગલ
  • સેક્સોફોન
  • ડ્રમ સેટ
  • બેગ પાઇપર
    જેમના પર નિપુણતાપૂર્વક વાંત્રિજો વગાડી રહી છે.

સ્પર્ધાઓમાં પણ ઝળહળતી સફળતા

આ ગર્લ્સ બેન્ડે:

  • જિલ્લા કક્ષાની બેન્ડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન
  • ઉત્તર ગુજરાત ઝોન કક્ષાની 7 જિલ્લાઓ વચ્ચે આયોજિત સ્પર્ધામાં બીજું સ્થાન

અને ચેમ્પિયન બની સમગ્ર બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે.
આ ઉપરાંત સંસ્થાના છોકરાઓના બેગપાઇપર બેન્ડે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પણ સફળ પ્રદર્શન કર્યું હતું.

Monday Positive અંબાજીની આ આદિવાસી દીકરીઓ આજે સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની ગઈ છે. જે દીકરીઓ ક્યારેક ભીખ માંગતી હતી, આજે તે સંગીતના માધ્યમથી સ્વાવલંબન, શિક્ષણ અને સશક્તિકરણનો સંદેશ આપી રહી છે. આ સત્યમાં ‘મંડે પોઝિટીવ’ કરતા પણ વધુ પ્રેરણાદાયી વાર્તા છે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *