MP Geniben Thakor Raises Alarm Over Urea Shortage :ગેનીબેન ઠાકોરે સંસદમાં ખાતર અછતનો મુદ્દો ઉઠાવ્યો ગુજરાતમાં યુરિયાની કાળાબજારી અને અછત પર ચિંતા વ્યક્ત
MP Geniben Thakor Raises Alarm Over Urea Shortage
MP Geniben Thakor Raises Alarm Over Urea Shortage કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ગુજરાતના ખેડૂતોને પડતી યુરિયા ખાતરની અછત અને તેની કાળાબજારીનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો. તેમણે બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને થતી મુશ્કેલીઓ અંગે સદનનું ધ્યાન દોર્યું હતું.

MP Geniben Thakor Raises Alarm Over Urea Shortage :રવિ સિઝનમાં પણ યુરિયાની ભારે તંગી
સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે હાલ રવિ સિઝન ચાલી રહી છે, ત્યારે ખેડૂતોને
- યુરિયા ખાતર માટે લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે
- ઘણા દિવસોથી ખેડૂતો ખાતરની માંગ કરી રહ્યા છે
- છતાં પણ ગુજરાત અને કેન્દ્ર સરકાર તરફથી પૂરતું યુરિયા ઉપલબ્ધ નથી
આ કારણે ખેડૂતોનું ખેતી કાર્ય અટકી રહ્યું છે અને સમયસર વાવણી તથા પાક વ્યવસ્થાપન મુશ્કેલ બન્યું છે.
“શરાબ-ડ્રગ્સની હોમ ડિલિવરી, પરંતુ ખેડૂતોને યુરિયા નથી” – ગેનીબેન ઠાકોર
ગંભીર ટિપ્પણી કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું કે,
“ગુજરાતમાં શરાબ અને ડ્રગ્સની હોમ ડિલિવરી સરળતાથી થાય છે, પરંતુ ખેડૂતોને યુરિયા મળતું નથી. આ છે ગુજરાત મોડેલ.”
તેમણે સરકારની કામગીરી પર સવાલ ઊભા કરી ખેડૂતો પ્રત્યેની બેદરકારી બતાવી હતી.
કાળાબજારી પર પ્રતિબંધ મૂકવાની માંગ
ગેનીબેન ઠાકોરે કેન્દ્ર સરકારને માંગ કરી કે
યુરિયાની બ્લેક માર્કેટિંગ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે
ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે
ખાતર વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવવામાં આવે
MP Geniben Thakor Raises Alarm Over Urea Shortage ગુજરાતના અનેક જિલ્લાઓમાં યુરિયા ખાતરની અછત ખેડૂતો માટે ગંભીર સમસ્યા બની છે. સંસદમાં આ મુદ્દો ઉઠતા હવે સરકાર તરફથી કોઈ થોસ પગલાં લેવાય છે કે નહીં તે તરફ ખેડૂતોની નજર છે. જો સમયસર ખાતર ન મળે તો આવનારી પાક ઉત્પાદન પર મોટી અસર પડી શકે છે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |