March 15, 2026

બિયોક ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ, માવજીભાઈ પટેલે ખેડૂતોને આપ્યું માર્ગદર્શન

0
પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ

પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ

પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ વાવ–થરાદ જિલ્લામાં આવેલા બિયોક ગામે ધરણીધર ગૌશાળા ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત જિલ્લા કક્ષાની પ્રાકૃતિક કૃષિ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં બિયોક સહિત આસપાસના ગામોના મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર હાજર રહ્યા હતા.

પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ

આ કાર્યક્રમમાં વાવ તાલુકાના BTM મુકેશભાઈ ચૌધરી, TPM ચેલાભાઈ ચૌધરી તેમજ ATM અલ્પેશભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂત માવજીભાઈ પટેલ (કોળાવા) એ પ્રાકૃતિક ખેતીના મહત્વ, ફાયદા અને વ્યવહારુ પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

માવજીભાઈ પટેલે ગામઠી તથા દેશી ખેતી સાથે આધુનિક ખેતી પદ્ધતિઓને કેવી રીતે જોડીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય તે અંગે રમૂજી અને સરળ ભાષામાં ખેડૂતોને સમજાવ્યું હતું. તેમણે આવનારી ઉનાળુ ઋતુમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોને પ્રેરણા આપી હતી.

કાર્યક્રમ દરમિયાન બિયોક ગામના સરપંચ દશરથભાઈ રાજપૂત, અગ્રણી કાર્યકર્તા માનસિંગસિંહ રાજપૂત (આચાર્ય), ઠાકોર હરખાજી, રામજીભાઈ સુથાર, જયંતિભાઈ પ્રજાપતિ, હરસેંગભાઈ રાજપૂત, રામસેંગભાઈ રાજપૂત, નાગજીભાઈ રાજપૂત, જેસુંગજી ઠાકોર, રમેશભાઈ રાજપૂત સહિત અનેક અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

આ તાલીમથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ વધીને ભવિષ્યમાં રાસાયણિક મુક્ત ખેતી તરફ આગળ વધવાની દિશા મજબૂત બની હોવાનું જણાયું હતું.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed