બનાસ ડેરીએ જાહેર કર્યા બટાકાના નવા ભાવ – સંતાના વેરાઈટીના ભાવ યથાવત, ખેડૂતોમાં આનંદની લાગણી
બટાકાના નવા ભાવ ખેડૂત સમુદાય માટે આજનો દિવસ મહત્વનો રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., પાલનપુર (બનાસ ડેરી) દ્વારા બટાકાની ખરીદી સંબંધિત મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. આ પરિપત્ર મુજબ વર્ષ 2025-26 માટે સંતાના વેરાઈટીના બટાકાના ભાવ ગયા વર્ષની જેમ જ રૂપિયા 260 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે.
બટાકાના નવા ભાવ

સાથે સાથે બટાકાના બિયારણ (સીડ)ના ભાવ પણ ગયા વર્ષની જેમ જ એટલે કે રૂપિયા 1600 પ્રતિ ક્વિન્ટલ (અંદાજે ₹50 પ્રતિ કિલો) રાખવામાં આવ્યા છે. આ નિર્ણય બનાસ ડેરીના ચેરમેન, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને માર્કેટિંગ વિભાગની બેઠક બાદ લેવામાં આવ્યો હતો.
ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને ઉત્પાદન પ્રક્રિયામાં સ્થિરતા જળવાઈ રહે તે હેતુસર આ ભાવો યથાવત રાખવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ બનાસકાંઠા, આલમ, તેમજ ઉત્તર ગુજરાત પોટેટો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફાર્મર એસોસીએશન દ્વારા બનાસ ડેરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ નિર્ણય ખેડૂતોમાં ખુશીના પર્વ જેવો માહોલ સર્જી રહ્યો છે. સંતાના જાતના બટાકા માટે બજારમાં માંગ સારી હોવાના કારણે ખેડૂતોને યોગ્ય લાભ મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મુખ્ય મુદ્દાઓ
- સંતાના વેરાઈટીના બટાકાનો ભાવ: ₹260 પ્રતિ ક્વિન્ટલ
- બિયારણનો ભાવ: ₹1600 પ્રતિ ક્વિન્ટલ (₹50 પ્રતિ કિલો)
- ભાવો ગયા વર્ષની જેમ જ યથાવત રાખવામાં આવ્યા
- ખેડૂતોના હિતમાં લેવાયેલો નિર્ણય

ખેડૂત એસોસીએશનનો પ્રતિભાવ
ઉત્તર ગુજરાત પોટેટો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફાર્મર એસોસીએશન અને તમામ ખેડૂતોએ બનાસ ડેરીના આ નિર્ણયને ખેડૂતમિત્ર ગણાવ્યો છે અને આભાર વ્યક્ત કર્યો છે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |