થરાદના લેડાઉ ગામની નવી સ્કૂલ પાણીમાં ગરકાવ! ખોટી જગ્યાએ બાંધકામથી કરોડોનો ખર્ચ વેડફાયો, ગ્રામજનોએ વ્યક્ત કર્યો આક્રોશ
થરાદના લેડાઉ ગામની નવી સ્કૂલ
થરાદના લેડાઉ ગામની નવી સ્કૂલ થરાદ તાલુકાના લેડાઉ ગામમાં બનેલી નવી પ્રાથમિક શાળાની ઇમારત ચોમાસાના પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગામના પ્લોટ વિસ્તારમાં અને મુખ્ય વસાહતમાં પહેલેથી જ બે શાળાઓ કાર્યરત હોવા છતાં, સરપંચના શિક્ષક પુત્રના રાજકીય પ્રભાવ હેઠળ ત્રીજી નવીન શાળાની મંજૂરી અપાઈ હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે.

થરાદના લેડાઉ ગામની નવી સ્કૂલ
સરકારે આ નવી શાળાના બાંધકામ માટે આશરે ₹1.75 કરોડ (પોણા બે કરોડ) નું બજેટ મંજૂર કર્યું હતું. પરંતુ બાંધકામ માટે પસંદ કરાયેલ સ્થાન વર્ષોથી વરસાદી પાણીના વહેણમાં આવેલું વિસ્તાર હતું. ગ્રામજનોના વિરોધ છતાં તળાવની પાળ તોડી ત્યાં બિલ્ડીંગનું કામ શરૂ કરાયું હતું.
હવે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ બાદ આખી ઇમારત પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સ્કૂલની આસપાસ તળાવ જેવો દૃશ્ય સર્જાયો છે અને કમ્પાઉન્ડ વોલ સુધી પાણી ભરાયેલું જોવા મળે છે.
સ્થાનિક ખેડૂતોમાં રોષ
ગામના ખેડૂત પરેશભાઈ દવે કહે છે, “2017માં પણ અતિભારે વરસાદ પડ્યો હતો છતાં ખેતરોમાં પાણી ન આવ્યું, પણ હવે તળાવની પાળ તોડી સ્કૂલ બનાવી એટલે વહેણ અટકી ગયું.”
તે જ રીતે વાઘજી દરબાર કહે છે, “અમે અગાઉ જ ચેતવણી આપી હતી કે અહીં પાણી ભરાય છે, પણ કોઈએ સાંભળ્યું નહીં.”
વિઝિટ પર ધારાસભ્ય શંકર ચૌધરી
અતિવૃષ્ટિ બાદ વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે નિર્માણાધીન શાળા જોઈને તીખી ટિપ્પણી કરી કે, “તમે તો સ્કૂલ ખાડામાં બનાવી દીધી!”
હવે આ શાળા રદ્દ થવાની શક્યતા વચ્ચે સરકારનો કરોડો રૂપિયાનો ખર્ચ વેડફાઈ જવાનો ભય ઊભો થયો છે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |