Online Gaming Bill 2025: ભારતમાં DREAM 11 સહિત તમામ રિયલ મની ગેમ્સ પર પ્રતિબંધ
Online Gaming Bill 2025
Online Gaming Bill 2025 ભારત સરકારએ દેશના ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગમાં ઐતિહાસિક પગલું ભર્યું છે. Promotion and Regulation of Online Gaming Bill, 2025 હવે બંને ગૃહોમાંથી પસાર થઈને રાષ્ટ્રપતિની મંજૂરી મેળવી ચૂક્યો છે. આ બિલ લાગુ થતાં DREAM 11, MPL, WinZo, My11Circle જેવી તમામ Real-Money Games હવે ભારતમાં ગેરકાનૂની થઈ ગઈ છે.
🏛️ Online Gaming Bill 2025 બિલના મુખ્ય મુદ્દા
- રિયલ મની ગેમ્સ પર પૂર્ણ પ્રતિબંધ – પોકર, રમી, ફન્ટસી સ્પોર્ટ્સ, લોટરી સહિત પૈસા આધારિત તમામ ગેમ્સ ગેરકાનૂની.
- e-Sports ને પ્રોત્સાહન – નોન-મોનિટરી e-sports અને એજ્યુકેશનલ ગેમ્સને પ્રોત્સાહન આપવામાં આવશે.
- નિયમન માટે કમિશન – “National Online Gaming Commission” (NOGC) સ્થાપિત થશે, જે ગેમિંગ પ્લેટફોર્મ્સને લાઇસન્સ આપશે અને નિયંત્રિત કરશે.
- વિજ્ઞાપન અને ફાઇનાન્સિંગ પર પ્રતિબંધ – આવા ગેમ્સના પ્રચાર, પ્રાયોજકતા અને નાણાકીય સહાય પણ ગેરકાનૂની.
⚖️ દંડ અને સજા
- ગેરકાયદેસર Real-Money Game ચલાવનારને ₹1 કરોડ સુધીનો દંડ અથવા 3 વર્ષ સુધીની જેલ, કે બંને થઈ શકે.
- પ્રચાર / વિજ્ઞાપન કરનારને ₹50 લાખ સુધીનો દંડ અને 2 વર્ષની જેલ.
- ગુનાઓ cognizable અને non-bailable ગણાશે – એટલે કે સીધી ધરપકડ શક્ય.
📊 ભારતમાં ગેમિંગ ઉદ્યોગના આંકડા
- ભારતમાં દુનિયાના 20% એટલે કે 59 કરોડ ઓનલાઈન ગેમર્સ છે.
- તેમાંમાંથી 14.8 કરોડ યુઝર્સ પેઇડ ગેમ્સ રમે છે.
- ભારતમાં લગભગ 1900 ગેમિંગ કંપનીઓ કાર્યરત છે.
- ઓનલાઈન ગેમિંગ એપ્સના અત્યાર સુધી 869 કરોડ ડાઉનલોડ્સ થયા છે.
- સરેરાશ દર યુઝર વર્ષમાં ₹1,848 ખર્ચે છે.
- 2024માં ભારતનું માર્કેટ ₹31,500 કરોડનું હતું, જે 2029 સુધીમાં ₹78,000 કરોડ પહોંચવાની ધારણા છે.
🏏 ક્રિકેટ અને Sponsorship પર અસર
એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમ હવે DREAM 11ની સ્પોન્સરશિપ વગર રમશે. આ નિર્ણય ક્રિકેટ ઉદ્યોગમાં મોટો ફેરફાર લાવશે.
Online Gaming Bill 2025 ભારતમાં ગેમિંગ ઉદ્યોગ માટે “ગેમ ચેન્જર” સાબિત થશે.
👉 Real-Money Gaming માટે મોટો ઝટકો,
👉 પરંતુ e-sports અને નોન-મોનિટરી ગેમિંગ માટે નવા અવસર.
📢 મારો વાવ થરાદ સાથે જોડાઓ!
🌿 વાવ અને થરાદની તાજી ખબર, ઇતિહાસ, ફોટા અને અપડેટ્સ હવે સીધા તમારા મોબાઇલમાં 👇
✅ Instagram પર Follow કરો
✅ Facebook પર Like & Follow કરો
✅ WhatsApp Channel માં Join થાઓ
👉 “મારો વાવ થરાદ” સાથે જોડાઈને આપણી ધરતીની વાતો જાણો અને શેર કરો ❤️