Property Return by Police:બનાસકાંઠામાં 16 ચોરી-લૂંટના કેસનો મુદ્દામાલ પરત અપાયો:’તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ માલ-સામાન ભોગ બનનારને સુપરત કરાયો
Property Return by Police
Property Return by Police:બનાસકાંઠામાં 16 ચોરી-લૂંટના કેસનો મુદ્દામાલ પરત અપાયો:’તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ માલ-સામાન ભોગ બનનારને સુપરત કરાયો બનાસકાંઠા જિલ્લા પોલીસે ચોરી અને લૂંટના 16 ગુનાઓનો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત આ મુદ્દામાલ ભોગ બનનાર મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં સોના-ચાંદીના દાગીના, હીરા, મોબાઈલ ફોન અને વાહનો સહિતની કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

પરત કરાયેલા મુદ્દામાલમાં ત્રણ સોના-ચાંદીના દાગીના ચોરીના કેસ, એક હીરા ચોરીનો બનાવ, નવ મોબાઈલ ચોરીના કેસ અને ચાર વાહન ચોરીના કેસનો સમાવેશ થાય છે. વાહન ચોરીના કેસોમાં બે મોટરસાયકલ, એક સ્વિફ્ટ કાર અને એક ટ્રેક્ટર-ટ્રોલીનો મુદ્દામાલ પણ ભોગ બનનારને પાછો મળ્યો છે
.Property Return by Police
.Property Return by Police :પાલનપુર પૂર્વ-પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી એક મોટી સોનાની ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ પરત કરાયો હતો. આ ગુનો ટેકનિકલ સર્વેલન્સ, ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી ઉકેલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, CEIR પોર્ટલના માધ્યમથી નવ ચોરાયેલા અથવા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને સુપરત કરવામાં આવ્યા હતા. હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચાંદીના દાગીનાની લૂંટનો મુદ્દામાલ પણ પરત અપાયો છે.

પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મંદિરમાં થયેલી ચોરીના દાગીના, ઝુમ્મર અને દાનપેટીમાંથી ચોરાયેલો મુદ્દામાલ પણ મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓને પરત સોંપવામાં આવ્યો હતો. આ તમામ કામગીરી જિલ્લા પોલીસ સ્ટેશનના સ્ટાફ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.

આ અંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે જણાવ્યુ હતું કે આ કુલ ત્રણ જેટલા ગુનાના સોના-ચાંદીના દાગીનાના મુદ્દામાલ પાછા આપવામાં આવેલ છે. જેમાં એક પાલનપુર પૂર્વ-પશ્ચિમ પોલીસ સ્ટેશનની એક સોનાની બહુ મોટી ચોરી હતી, જે ટેકનિકલ સર્વેલન્સ, ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલ છે. સીસીટીવીની મદદથી ડિટેક્ટ કરવામાં આવેલ છે. જેના સિવાય એક હીરા ચોરીની પણ મુદ્દામાલ, હીરાનો પાછો આપવામાં આવેલ છે. આના સિવાય નવ જેટલા મોબાઇલ જે ચોરી થયેલ હોય અથવા ખોવાયેલ હોય, તેઓને CEIR પોર્ટલના માધ્યમથી શોધી કાઢીને જે તે મૂળ માલિકને સોંપવામાં આવેલ છે.

આ સિવાય જે વાહન ચોરી છે, જેમાં બે બાઈક, એક સ્વિફ્ટ ગાડી અને એક ટ્રેક્ટર-ટ્રોલીને પણ પાછા આપવામાં આવેલ છે. હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાંદીના દાગીનાના જે લૂંટનો બનાવ બનેલો હતો, તે લૂંટના બનાવના ચાંદીના દાગીના પણ પાછા આપવામાં આવેલ છે. પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક મંદિર ચોરી થયેલ હતી, આ પવિત્ર મંદિરના જે દાગીના છે, ઝુમ્મર હોય અથવા દાનપેટીમાં મુદ્દામાલ હોય, તેઓને પણ આ જ મંદિરના જે ટ્રસ્ટી છે, પૂજારી છે, તેઓને પાછા આપવામાં આવેલ છે.
Property Return by Police:આ તમામ કામગીરી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એલસીબી દ્વારા કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા કરેલ આ સારી કામગીરીના કારણે જે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનો અભિગમ છે કે જેની જે મુદ્દામાલ છે, તે પાછો આપવામાં આવે, તેના તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત. તો આ તમામ જે ચોરી અથવા ખોવાયેલ મોબાઇલ હતા, એ આ જ વર્ષના હતા, તો બહુ ટૂંક સમયમાં તેઓને આ મુદ્દામાલ પાછા આપવા આવ્યા છે

ભોગ બનનાર મમતા બેને જણાવ્યું હતું કે હું અમદાવાદથી મારા પિયર સોજીત્રા નિકળી હતી બસ દ્વારા. બસમાં મારો બેગ હતું , જેમાં મારું 15-16 તોલા સોનું હતું, ₹50,000 રોકડા હતા. રસ્તામાં કોઈકે મારો બેગ ચોરી કરી લીધો. જ્યારે હું સાંદેસરા પહોંચી, રાજસ્થાન, તો મેં જોયું મારો બેગ નહોતો. તો પછી મેં કોલ કર્યો, મેં પાછું ત્યાં પોલીસકર્મીઓ ને જાણકારી આપી. તો બસવાળાએ જણાવ્યું કે જે છોકરાઓ રસ્તામાં બેઠા હતા, તે પાલનપુર ઉતર્યા. તો હું પાછી પાલનપુર આવી. પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં મેં રિપોર્ટ નોંધાવી. પછી ત્યાં પોલીસવાળાઓએ મારી ખુબજ મદદ કરી અને ગુજરાત પોલીસે પણ મદદ કરી. એમની મદદને કારણે મારું બધુંમુદ્દમાલ મને પાછું મળી ગયું.

.Property Return by Police
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |