May 16, 2026

થરાદમાંથી રાહ ગામને મળ્યો અલગ તાલુકાનો દરજ્જો સ્થાનિકોમાં આનંદની લાગણી

0
રાહ ગામ

રાહ ગામ

રાહ ગામ : ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વહીવટી નકશામાં ઐતિહાસિક ફેરફાર સર્જાયો છે. વાવ-થરાદ વિસ્તારમાં નવા જિલ્લામાં કુલ આઠ તાલુકાઓની રચના કરવામાં આવી છે. જેમાં ધરણીધર અને રાહ નામના બે નવા તાલુકાનો સમાવેશ કરાયો છે. ખાસ કરીને થરાદથી લગભગ 20 કિલોમીટર દૂર, રાજસ્થાન બોર્ડર પાસે આવેલું રાહ ગામ હવે અલગ તાલુકા તરીકે ઓળખાશે.

રાહ ગામ 32 ગામડાઓ સાથે નવા તાલુકાની રચના

રાહ તાલુકામાં કુલ 32 ગામડાઓનો સમાવેશ થયો છે. આ બદલાવથી સ્થાનિક લોકોને લાંબા સમયથી ચાલતી માંગનો ન્યાય મળ્યો છે. હવે સરકારની વિવિધ કચેરીઓ તાલુકા સ્તરે શરૂ થવાથી લોકોના વહીવટી કામકાજમાં સરળતા આવશે.

રોજગારી અને વેપારને નવો વેગ

રાહ તાલુકાની રચના થવાથી પશુપાલન તથા કૃષિ સાથે સંકળાયેલા વ્યવસાયોને વેગ મળશે. વેપારીઓને નવા અવસર મળશે અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે. સ્થાનિક સ્તરે સરકારની સુવિધાઓ ઉપલબ્ધ થવાથી લોકોનો સમય અને ખર્ચ બંને બચશે.

સ્થાનિકોની ઉજવણી

આ ઐતિહાસિક નિર્ણય પછી રાહ અને આસપાસના ગામોમાં ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી. લોકોએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત રાજ્ય સરકારનો આભાર માન્યો.

રાહ તાલુકાની રચના બનાસકાંઠા જિલ્લાના વિકાસમાં એક નવો માઇલસ્ટોન સાબિત થશે. વહીવટી સુવિધાઓ સાથે સ્થાનિક લોકોની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે પણ આ નિર્ણય મહત્વનો છે.

મારુ વાવ થરાદ ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ : અહિ ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *